રૂ.1000 આપ નહીંતર તને પતાવી દેવો છે’ કહીં પ્રૌઢ પર મિત્ર સહિત ત્રણનો હિંચકારો હુમલો
રાજકમલ ફાટક પાસે રૂ.1000 આપ નહીંતર તને પતાવી દેવો છે કહીં પ્રૌઢ પર તેના મિત્ર સહિત ત્રણ શખ્સોએ સળિયાથી હિંચકારો હુમલો કરતાં બેભાન થઈ પડી ગયાં હતાં. તેઓને સારવારમાં ખસેડાયા બાદ ભક્તિનગર પોલીસે ગુનો નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી હતી.
બનાવ અંગે વિરાણી અઘાટ શેરી નં.17 માં રહેતાં મહેશભાઈ દદીશભાઈ યાદવ (ઉ.વ.55) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે ફુલન અને બે અજાણ્યાં શખ્સોના નામ આપતાં ભક્તિનગર પોલીસે આઈપીસી 323,325,326 સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
વધુમાં ફરીયાદીએ જણાવ્યું હતું કે, તે ઉમેશભાઈના કારખાનામાં ઓરડીમાં રહી ત્યાં જ પાઉડર કોટીંગની મજુરીકામ કરે છે. ગઇ તા.26/05 ના રાત્રીના અગીયારેક વાગ્યે તેઓ ઓરડીએ નાસ્તો લઇ જતાં હતાં તે વખતે રાજકમલ ફાટક નજીક રસ્તામાં તેમનો મિત્ર ફુલન અને તેની સાથે બે અજાણ્યા શખ્સો સાથે ઊભાં હતા અને ફુલને તેમને ઊભાં રાખી ઉછીના રુપીયા 1000 માંગેલા જેથી તેમને મારી પાસે રુપીયા નથી હું તને કયાંથી આપુ તેમ કહેતા તે ઉશ્કેરાઇ ગયેલો અને ગાળો આપી ત્રણેય શખ્સો ઢીકાપાટુનો માર મારવા લાગેતાં તેઓને જમીન પર નીચે પાડી દિધા હતાં.
દરમિયાન ફુલન નજીકમાં પડેલ લોખંડનો સળીયો લઇ આવેલ અને તેની સાથેના બે શખ્સો તેમને જમીન પર સુતેલી હાલતમાં પકડી રાખી અને ફુલન સળીયા વડે ફટકારવા લાગ્યો હતો અને બોલતો હતો કે, તને આજે જીવતો નહી છોડુ તે મને ઉછીના રૂપીયા કેમ ના આપ્યા તેમ કહી ઘુંટણના ભાગે અને હાથમાં લોખંડના સળીયા વડે માર મારી ગંભીર ઇજા કરી ત્રણેય શખ્સો નાસી છૂટ્યા હતાં. બાદમાં ફરિયાદી ઇજાગ્રસ્ત હાલતમાં જ ત્યાં જ બે ભાન થઈ ઢળી પડ્યા હતાં અને આખી રાત બે ભાન રહ્યા બાદ ગઈકાલે સવારે તેઓને 108 મારફતે સારવારમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં.
બનાવ અંગેની ફરીયાદ પરથી ભક્તિનગર પોલીસે ગુનો નોંધી પીએસઆઈ આર.કે.સામુદ્રએ તપાસ હાથ ધરી આરોપીની શોધખોળ હાથ ધરી હતી.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.