શ્રાવણીયો જુગાર રમતાં શકુનિયોને પકડી જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી હિંમતનગર બી ડીવીઝન પોલીસ
(રિપોર્ટર ઝાકીર હુસેન મેમણ)
શ્રાવણીયો જુગાર રમતાં શકુનિયોને પકડી જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી હિંમતનગર બી ડીવીઝન પોલીસ
નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી, વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ ગાંધીનગર વિભાગ ગાંધીનગર તથા પોલીસ અધીક્ષક શ્રી સાબરકાંઠા વિજય પટેલ સાહેબ નાઓએ સાબરકાંઠા જીલ્લામાં પ્રોહી તથા જુગારના કેસો શોધી કાઢવા સુચના આપેલ હોય જે સંદર્ભે હિંમતનગર વિભાગીય પોલીસ અધિકારીશ્રી એ.કે.પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ અમો પોલીસ ઇન્સ્પેકટર આર.ટી.ઉદાવત તથા સર્વેલન્સ સ્કોર્ડના માણસો આ દિશામાં સતત વોચ તથા પેટ્રોલીંગમાં કાર્યરત હતા.
તા.૨૫/૦૮/૨૦૨૪ ના રોજ અમો તથા સર્વેલન્સ સ્કોર્ડના માણસો પો.સ્ટે. વિસ્તાર
પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન અ.હેડ.કોન્સ વિક્રમસિંહ રુમાલસિંહ તથા આ.પો.કો હરપાલસિંહ
જશવંતસિંહ ને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે, કાટવાડ રોડ ગટરગબ્બા પાસે આવેલ છાપરાની
પાસે ખુલ્લી જગ્યામાં કેટલાક ઇસમો ગંજી પાનાથી પૈસાનો હારજીતનો જુગાર રમી રમાડે છે જે હકીકત
આધારે સર્વેલન્સ સ્કોર્ડના માણસો સાથે રેઇડ કરતા ત્યાથી (૧)શ્રવણભાઈ ડાહ્યાભાઈ ભાટ
(૨)રાહુલભાઇ શનાજી ભીલ (૩)નટવરભાઈ શાંન્તીભાઈ ભીલ(૪) શનાજી શવાજી ભીલ (૫)
દિનેશભાઈ કરશનભાઈ ભંગી (૬)ગોવિંદભાઈ તગાજી ભીલ (૭) કનુભાઈ બાબુભાઇ ભીલ
રહે,ગટરગબ્બા પાસે છાપરામાં કાટવાડ રોડ, હિંમતનગર જી.સાબરકાંઠા નાઓ જુગાર રમી રમાડતા
ગંજીપાના તથા રોકડ રકમ રૂપીયા.૧૧,૪૦૦/-ના મુદ્દામાલ સાથે પકડાઈ ગયેલ હોય જેથી તમામ
વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી ગણનાપત્ર કેસ શોધી સફળ કાર્યવાહી કરેલ છે.
> કામગીરી કરનાર અધિકારી/કર્મચારી
(૧) આર.ટી.ઉદાવત પોલીસ ઇન્સ્પેક્ટર
(૨) અ.હેડ.કોન્સ જીગ્નેશકુમાર સુરેશભાઇ
(૩) અ.હેડ.કોન્સ વિક્રમસિંહ રુમાલસિંહ
(૪) આ.પો.કો હરપાલસિંહ જશવંતસિંહ
(૫) અ.પો.કો હિતેષકુમાર રમણભાઇ
(૬) અ.પો.કો નિકુલસિંહ મહેંદ્રસિંહ
(૭) આ.લો.ર. કિર્તિરાજસિંહ કિરીટસિંહ
(આર.ટી.ઉદાવત) પોલીસ ઇન્સ્પેક્ટર હિંમતનગર બી ડીવી પો.સ્ટે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.