ભુજોડીના વિનોદ સીજુએ જીત્યો મિસ્ટર ગુજરાત ૨૦૨૪નો ખિતાબ - At This Time

ભુજોડીના વિનોદ સીજુએ જીત્યો મિસ્ટર ગુજરાત ૨૦૨૪નો ખિતાબ


તાજેતરમાં રાજકોટમાં લોટસ ઇવેન્ટ દ્વારા ફેશન શૉનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભુજૉડી ગામના વિનોદ સીજુએ આ ફેશન શૉમાં પોતાનું બેસ્ટ પરફોર્મન્સ આપી રાજકોટ ખાતે "મિસ્ટર ગુજરાત ૨૦૨૪"નો ટાઇટલ પોતાના નામે કરી વિજેતા રહ્યા હતા. આ ફેશન શૉના આયોજક મીનાક્ષી સાગર હતા.ફેશન શોમા વિનોદ સીજુએ ભારતીય પરંપરાગત આઉટફીટ પહેરી રેમ્પ વોક કર્યુ હતુ. મિસ્ટર ગુજરાત વિજેતા બનેલા વિનોદ સીજુને વિજેતા ટ્રોફી,મેડલ તથા પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા. મિસ્ટર ગુજરાતનો ટાઇટલ તેમને ફેશન મોડેલિંગ ક્ષેત્રમાં જીત્યો છે.

હમણાં નડિયાદમાં તેમને બેસ્ટ ફેશન મોડેલ માટે ‘ગુજરાત મોડેલ આઈકોન’થી સન્માનિત કરવામાં આવ્યા હતા.આ ઉપરાંત વિનોદ સીજુ "મિસ્ટર કચ્છ ૨૦૨૪" ટાઇટલ વિનર પણ છે તથા “ફેશન ફિસ્ટા૨૦૨૪” નો ખિતાબ પોતાના નામે કર્યો છે.વિનોદ સીજુ મિસ્ટર ગુજરાતનો શ્રેય પોતાના પરિવારને આપે છે જે હંમેશા તેમને પ્રોત્સાહિત કરે છે.આપણા કચ્છના ગૌરવ વિનોદ સીજુએ મિસ્ટર ગુજરાત ૨૦૨૪ વિજેતા બની કચ્છને આખા ગુજરાત પ્રસિદ્ધિ અપાવી છે.

આ સિવાય તેમને વડોદરામાં "ધ ગ્લોબલ ગ્લોરી ઇન્ડિયન એવોર્ડ"થી સન્માનિત કરવામાં આવ્યા હતા તથા નડિયાદ માં "ગુજરાત ગૌરવ એવોર્ડ" મળી ચુક્યો છે અને જિલ્લા તેમજ રાજ્યકક્ષાએ અનેક પ્રકારના એવોર્ડ્સ જીત્યા છે.

આગામી દિવસોમાં તેમને ગુજરાત સેવા ફાઉન્ડેશન તથા ધારા ફિલ્મ્સ તરફથી એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે જે પોતાના ગામ ભુજૉડી,સમાજ અને કચ્છ માટે ગૌરવની વાત કહેવાય. આ સિવાય તેઓ નડિયાદ, કચ્છ, અમદાવાદ,વડોદરા ફેશન શૉમાં ભાગ લેવા જઈ રહ્યા છે. ઉપરાંત તેમની શોર્ટ કચ્છી અને હિન્દી ફિલ્મો આવવાની છે.

તેમનું કહેવું છે કે ફેશન મોડેલિંગ અને એકટિંગ ક્ષેત્રમાં ખુબ જ મહેનત કરવી પડે છે પરંતુ સખત પરિશ્રમ અને આત્મવિશ્વાસ સાથે આગળ વધી શકાય છે અને સતત પોતાના કામ પર ધ્યાન આપતા રહો સફળતા જરૂર મળશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.