નેવી ચીફ એડમિરલ ત્રિપાઠીનો ખુલાસો:ચીન પાક. નૌસેનાની તાકાત વધારવામાં વ્યસ્ત: નેવી ચીફ - At This Time

નેવી ચીફ એડમિરલ ત્રિપાઠીનો ખુલાસો:ચીન પાક. નૌસેનાની તાકાત વધારવામાં વ્યસ્ત: નેવી ચીફ


4 ડિસેમ્બરે નૌસેના દિવસ છે. ત્યારે ભારતીય નૌસેનાના પ્રમુખ એડમિરલ દિનેશ ત્રિપાઠીએ સોમવારે કહ્યું કે પાકિસ્તાન નેવીની વધતી તાકાત પાછળ ચીનનો હાથ છે. એડમિરલ ત્રિપાઠીએ નૌસેના દિવસ( 4 ડિસેમ્બર) પહેલાં વાર્ષિક સંવાદદાતા સંમેલનમાં એક સવાલના જવાબમાં કહ્યું કે પાકિસ્તાન નેવીનાં ઘણાં યુદ્ધજહાજ ચીનની મદદથી બનાવવામાં આવી રહ્યાં છે. ભારતીય નૌસેના આ સંપૂર્ણ સ્થિતિ પર નજર રાખી રહી છે. પોતાની રણનીતિમાં ફેરફાર કરી રહી છે. જેના પગલે દુશ્મન દેશો તરફથી આવતા ખતરાને નિપટાવીની તૈયારી કરી રહ્યું છે. એડમિરલ ત્રિપાઠીએ કહ્યું કે અમે પાકિસ્તાની નેવીની પ્રગતિથી વાકેફ છીએ. તેઓ 50 યુદ્ધજહાજો હસ્તગત કરવાનો ઇરાદો ધરાવે છે. તેમની આર્થિક સ્થિતિને જોતા આ પ્રગતિ આશ્ચર્યજનક છે. તેમણે લોકકલ્યાણને બદલે શસ્ત્રોને પ્રાધાન્ય આપ્યું છે. વધુમાં નેવી ચીફે કહ્યું કે પાકિસ્તાનનાં ઘણાં યુદ્ધજહાજ અને સબમરીન ચીનના સહયોગથી બનાવવામાં આવી રહ્યાં છે. અમે તેમની 8 નવી સબમરીનની લડાયક ક્ષમતાથી સંપૂર્ણપણે વાકેફ છીએ. પરિણામે અમે રણનીતિમાં ફેરફાર કરી રહ્યા છીએ જેથી કરીને પડોશીઓ તરફથી આવતા ખતરાઓનો સામનો કરી શકાય. નોંધનીય છે કે ચીન પોતાના મનસુંબાને પાર પાડવા પાકને જાળમાં ફસાવી રહ્યું છે. સ્કોર્પીન સબમરીનની ડીલ અંતિમ તબક્કામાં
ભારતીય નૌસેનાની તૈયારીઓ અંગે એડમિરલ ત્રિપાઠી જણાવ્યું કે 41 યુદ્ધજહાજ નિર્માણ તબક્કામાં છે જ્યારે 31 યુદ્ધજહાજના નિર્માણને મંજૂરી મળી ચૂકી છે. પરિણામે નૌસેનામાં આગામી સમયમાં 94 નવા જંગી જહાજનો ઉમરો થશે. આ ઉપરાંત રશિયાથી બે જંગી જહાજ આવશે. જે પૈકી એક જહાજ ડિસેમ્બર માસમાં જ મળી જશે. ફ્રાન્સથી રાફેલ-એમ ફાઈટર વિમાન અને 3 સ્કોર્પીન સબમરીન માટેના સોદા પર વાટાઘાટો અંતિમ તબક્કામાં છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.