I am Sorry… સુનકે હાર સ્વીકારી, પાર્ટીની માફી માગી:કહ્યું- મારે હજુ ઘણું શીખવું પડશે, લેબર પાર્ટીની સીટ 350ને પાર; સ્ટારમર બનશે આગામી વડાપ્રધાન
બ્રિટનમાં 14 વર્ષ બાદ લેબર પાર્ટી ફરી સત્તા પર આવી છે. 5 જુલાઈ (શુક્રવાર)ના રોજ જાહેર થયેલા પરિણામોમાં પાર્ટીએ બહુમતનો આંકડો પાર કરી લીધો છે. અત્યાર સુધીમાં તેને 650માંથી 392 બેઠકો મળી છે. બ્રિટનમાં સરકાર બનાવવા માટે 326 સીટોની જરૂર છે. બીબીસીના જણાવ્યા અનુસાર ચૂંટણી દરમિયાન લેબર પાર્ટીનું નેતૃત્વ કરનાર સર કીર સ્ટારમર બ્રિટનના આગામી વડાપ્રધાન હશે. જ્યારે 2022થી કન્ઝર્વેટિવ પાર્ટીનું નેતૃત્વ કરી રહેલા ઋષિ સુનકને અત્યાર સુધી માત્ર 92 સીટો મળી છે. સુનકે હાર સ્વીકારી છે અને પાર્ટીની માફી માગી છે. તેણે સ્ટારમરને પણ ફોન કરીને જીત બદલ અભિનંદન પાઠવ્યા હતા. સુનક-સ્ટામર પોતપોતાની બેઠકો પરથી જીત્યા
અગાઉ સુનકે રિચમન્ડ અને નોર્થલેર્ટનની પોતાની સીટો જીતી હતી. લેબર પાર્ટીના પીએમ પદના ઉમેદવાર કીર સ્ટારમેરે લંડનમાં હોલબોર્ન અને સેન્ટ પેનક્રાસ બેઠકો પણ જીતી છે. બ્રિટનમાં 4 જુલાઈના રોજ સવારે 7 વાગ્યે (ભારતીય સમય મુજબ 11:30 વાગ્યે) 40 હજાર મતદાન કેન્દ્રો પર મતદાન શરૂ થયું હતું. રાત્રે 10 વાગ્યે (ભારતીય સમય મુજબ બપોરે 2:30 વાગ્યે) મતદાન સમાપ્ત થયાના થોડા સમય બાદ એક્ઝિટ પોલના પરિણામો જાહેર કરવામાં આવ્યા હતા. જેમાં ભારતવંશી સુનકની કન્ઝર્વેટિવ પાર્ટીની કારમી હારની આગાહી કરવામાં આવી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.