અમદાવાદ -ઈન્દોર નેશનલ હાઈવે પર બાલાસિનોર બાયપાસ પર ચક્કાજામના દ્રશ્યો
દેશમાં લાગુ થયેલા નવા હિટ એન્ડ રન કાયદાના વિરોધમાં ટ્રાન્સપોર્ટરો અને ટ્રક ચાલકોની હડતાળ
• વહેલી સવારથી જ કેન્દ્ર સરકારના નવા અકસ્માતના કાયદાને લઇને રાજ્યમાં ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
• અમદાવાદ -ઈન્દોર નેશનલ હાઈવે પર બાલાસિનોર બાયપાસ પર ચક્કાજામના દ્રશ્યો
• નવા અકસ્માત કાયદામાં હિટ એન્ડ રન થવા પર ડ્રાઇવરોને 10 વર્ષની જેલની સજા સાથે લાખોના દંડની જોગવાઇ છે, જેને લઈને વિરોધ વધુ ઉગ્ર બન્યો
• હડતાળના પગલે મોટી સંખ્યામાં બાલાસિનોર પોલીસ - ખેડા જિલ્લા પોલીસ કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો
• ડ્રાઇવરોની માંગ: હિટ એન્ડ રન અકસ્માતનો કાયદો પાછો ખેંચવામાં આવે
નવા હિટ એન્ડ રનના કાયદાનો રાજ્યભરમાં વિરોધ, ટ્રક અને બસ ચાલકોએ ટાયર સળગાવી કર્યો હાઈવે બ્લોક
કેન્દ્ર સરકારના નવા હિટ એન્ડ રનના કાયદાનો ટ્રક ચાલકો દ્વારા દેશભરમાં દેખાવ કરવામાં આવી રહ્યો છે. આજે સવારથી જ ટ્રક ચાલક દ્વારા હડતાળ પાડવામાં આવી છે. ઠેર-ઠેર ચક્કાજામ કરવામાં આવ્યો છે.
રિપોર્ટર છત્રસિંહ ચૌહાણ મહીસાગર
9825094436
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.