અમદાવાદમાં ૮૭૩ ઘરમાં મચ્છરનાં બ્રિડીંગ મળતા નોટિસ આપી દંડ વસૂલાયો
અમદાવાદ,બુધવાર,3
ઓગસ્ટ,2022અમદાવાદમાં વરસાદે લીધેલા વિરામ બાદ અનેક વિસ્તારમાં
મચ્છરના વધેલા ઉપદ્રવને ધ્યાનમાં લઈ મ્યુનિ.ના હેલ્થ મેલેરીયા વિભાગે એક જ દિવસમાં
સાત ઝોનમાં આવેલી ૬૨૬ સોસાયટીઓના ૬૪.૪૦૧ ઘરમાં મચ્છરના બ્રિડીંગને લઈ તપાસ હાથ
ધરતાં ૮૭૩ ઘરમાંથી મચ્છરના બ્રિડીંગ મળી આવતા તમામને નોટિસ આપી કુલ ૧.૬૬ લાખથી વધુ
રકમનો દંડ વસૂલ કર્યો છે.ગોતામાં આવેલ રેની સન્સ હોટલમાં મચ્છરનાં બ્રિડીંગ મળતા
૪૦ હજારનો વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવ્યો હતો.
મચ્છરજન્ય રોગને નિયંત્રણમાં લેવા મધ્ય ઝોનમાં ૧૧૬
સોસાયટીના ઘરોમાં તપાસ કરાતા ૩૧ ઘરોમાં,
દક્ષિણ ઝોનમાં ૪૩ સોસાયટીના ઘરો પૈકી ૫૮ ઘરોમાં, દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં ૪૨ સોસાયટીના ઘરો પૈકી ૨૩ ઘરોમાં
ઉત્તર-પશ્ચિમ ઝોનમાં ૫૩ સોસાયટીના ઘરોમાં થયેલી તપાસમાં ૪૩ ધરોમાં, પૂર્વ ઝોનમાં ૧૭૪
સોસાયટીનાં ઘરોની તપાસમાં ૪૧૧ ઘરોમાં તથા ઉત્તર ઝોનની ૫૫ સોસાયટીઓના ઘરોની તપાસ
સમયે ૨૫૯ ઘરોમાં તેમજ પશ્ચિમ ઝોનની ૧૪૩
સોસાયટીના ઘરોમાં મચ્છરના બ્રિડીંગ અંગે તપાસ કરાતા ૪૮ ઘરોમાં મચ્છરના બ્રિડીંગ
મળી આવ્યા હતા.ચાંદલોડીયા વોર્ડમાં આવેલ માલાબાર કાઉન્ટી-૧ અને ૨માં મચ્છરના
બ્રિડીંગ મળી આવતા અનુક્રમે દસ-દસ હજારની રકમ વહીવટી ચાર્જ પેટે વસૂલ કરવામાં આવી
હતી.આ સિવાય શહેરની અન્ય સોસાયટીઓ તથા કેટલીક પોળમાં પણ મચ્છરના બ્રિડીંગ મળી આવતા
અનુક્રમે ૨૫૦ રુપિયાથી લઈ પાંચ હજાર રુપિયા સુધીની રકમની વસૂલાત મ્યુનિ.તંત્ર
તરફથી કરવામાં આવી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.