રાજકોટમાં ગાજવીજ સાથે સવા બે કલાકમાં 3 ઈંચ, 150 ફૂટ રિંગ રોડ પર ગોઠણસમા તો સિવિલના ઇમરજન્સી વોર્ડમાં પાણી ઘૂસ્યા - At This Time

રાજકોટમાં ગાજવીજ સાથે સવા બે કલાકમાં 3 ઈંચ, 150 ફૂટ રિંગ રોડ પર ગોઠણસમા તો સિવિલના ઇમરજન્સી વોર્ડમાં પાણી ઘૂસ્યા


રાજકોટમાં આજે સતત ત્રીજા દિવસે પણ ભાદરવામાં અષાઢી માહોલ જામ્યો હોય તેવી રીતે વરસાદે એન્ટ્રી કરી હતી. મોડી સાંજના વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ શરૂ થયો છે. આથી રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. વીજળીના પ્રચંડ કડાકાથી ઊંચી બિલ્ડીંગો પણ ધ્રુજી ઉઠી છે. શહેરમાં સવા બે કલાકમાં 3 ઈંચ વરસાદ નોંધાયો છે. તેમજ 150 ફૂટ રિંગ રોડ પર ગોઠણસમા પાણી ભરાયા છે. ભારે વરસાદથી રાજકોટની સિવિલ હોસ્પિટલના ઇમરજન્સી વોર્ડમાં પાણી ઘૂસી જતા દર્દીઓ પરેશાન બન્યા છે. રાજકોટના ઇસ્ટ ઝોનમાં 68 એમએમ, સેન્ટ્રલ ઝોનમાં 70 એમએમ અને વેસ્ટ ઝોનમાં 50 એમએમ વરસાદ નોંધાયો છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.