જસદણમાં આગામી ચૂંટણીને લઈને મીટિંગ યોજાઈ
જસદણ આમ આદમીની પાર્ટી કાર્યાલય પ્રદેશના નેતાઓ જિલ્લાના નેતાઓ અને સમગ્ર તાલુકા તથા શહેરના કાર્યકરો દ્વારા મિટિંગનું આયોજન થયું હતું જે મિટિંગમાં આગામી ચૂંટણીને લગતા કાર્યક્રમો આગામી પ્રદેશના નેતાઓની મીટીંગો અને નવા નવા કાર્યકરોમાં ઉત્સાહ વધે તે માટેના જસદણ તાલુકામાં અને શહેરમાં 30 નવા હોદાઓ આપી અને પ્રદેશ તથા જિલ્લાની ટીમ તાલુકા શહેરની સમગ્ર ટીમ હાજર રહી અને ગોપાલભાઈ પલાળીયાને જસદણ તાલુકાના પ્રભારી બનાવી જવાબદારી સોંપવામાં આવી હતી. આ તકે અજીતભાઈ લોખીલ દ્વારા વિશેષ માહિતી આપવામાં આવી અને કાર્યકરોનો ઉત્સાહ વધે તે માટે નવી નવી યોજનાઓ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યુ. આ મીટિંગ દ્વારા કાર્યકરોમાં ખૂબ ઉત્સાહ અને જોશ જીવ મળ્યો હતો અને પધારેલ તમામ કાર્યકરોનો પ્રદેશના નેતાઓ જિલ્લાના ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.