પૂર્વ રાષ્ટ્રપતિ હામિદ અંસારીની મદદથી ગુપ્ત માહિતી મેળવ્યાનો પાક. પત્રકારનો દાવો - At This Time

પૂર્વ રાષ્ટ્રપતિ હામિદ અંસારીની મદદથી ગુપ્ત માહિતી મેળવ્યાનો પાક. પત્રકારનો દાવો


પૂર્વ રાષ્ટ્રપતિ હામિદ અંસારીના નામે વિવાદ સર્જાયો છે. પાકિસ્તાનના એક પત્રકાર નુસરત મિર્ઝાએ એક યુટયૂબ ચેનલમાં ઈન્ટરવ્યૂ આપતી વખતે સનસનીખેજ દાવો કર્યો હતો કે ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ હામિદ અંસારી અને ભારત સ્થિત અંગ્રેજી અખબાર મિલિ ગેજેટના સ્થાપક ઝફરૃલ ખાનના નિમંત્રણથી તેણે ભારતનો પ્રવાસ કર્યો હતો અને ગુપ્ત માહિતી મેળવીને પાક.ની જાસૂસી એજન્સી આઈએસઆઈને આપી હતી.પાકિસ્તાની યુટયૂબર શકીલ ચૌધરી સાથે વાતચીત કરતી વખતે પાકિસ્તાનના પત્રકાર અને કટારલેખક નુસરત મિર્ઝાએ સનસનીખેજ ખુલાસો કર્યો હતો. ૨૦૧૧માં જ્યારે હામિદ અંસારી ભારતના રાષ્ટ્રપતિ હતા ત્યારે તેમના નિમંત્રણથી પાકિસ્તાની પત્રકાર ઝફરૃલ મિર્ઝાએ ભારતનો પ્રવાસ કર્યો હતો. પાક.  પત્રકાર નુસરત મિર્ઝાએ કહ્યું હતું કે ૨૦૧૧માં ભારતના પ્રવાસ દરમિયાન મહત્વની ગુપ્ત અને સંવેદનશીલ માહિતી મળી હતી, જે પાકિસ્તાની  જાસૂસી એજન્સી આઈએસઆઈને આપવામાં આવી હતી.પાકિસ્તાની પત્રકારના આ દાવા પછી ખળભળાટ મચી ગયો હતો. ટ્વિટરમાં લોકોએ હામિદ અંસારી સામે સવાલો ઉઠાવ્યા હતા. ભારતીય ગુપ્તચર એજન્સી રૉના પૂર્વ અધિકારી એનકે સૂદે આ દાવાનો ઉલ્લેખ કરીને તેમનો જૂનો દાવો ફરીથી રજૂ કર્યો હતો. સૂદે કહ્યું હતું કે કોંગ્રેસ તો હામિદ અંસારીને ઉપરાષ્ટ્રપતિ પદ આપે  એમાં કંઈ નવાઈ નથી, પરંતુ ભાજપે પણ બધુ નજરઅંદાજ કરી દીધું તે આશ્વર્યજનક બાબત છે. અગાઉ રૉના પૂર્વ અધિકારીએ એવો દાવો કર્યો હતો હામિદ અંસારી ઈરાનના પાટનગર તહેરાનમાં ભારતના રાજદૂત હતા ત્યારે દેશની ગુપ્તચર એજન્સીની કામગીરીને નુકસાન પહોંચાડયું હતું. આ મુદ્દો સોશિયલ મીડિયામાં હામિદ અંસારી સામે સવાલો ઉઠાવાયા છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.