રાજકોટ BRTS રૂટ પર મોડી રાત્રે PCR વાન અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા બાઈક ચાલક સગીર નું ઘટનાસ્થળે મોત. - At This Time

રાજકોટ BRTS રૂટ પર મોડી રાત્રે PCR વાન અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા બાઈક ચાલક સગીર નું ઘટનાસ્થળે મોત.


રાજકોટ શહેર તા.૩/૧૦/૨૦૨૨ ના રોજ રાજકોટ શહેરમાં મોડી રાત્રે ૧૨ વાગ્યા આસપાસ માલવીયાનગર પોલીસ મથકની PCR વાન નં.GJ-03-GA 1979 નંબરની બોલેરો PCR વાનમાં કોન્ટ્રાક્ટ બેઇઝ પર ડ્રાઈવર તરીકે નોકરી કરતાં રાજેશભાઈ રણમલભાઈ મઠીયા જાતે.આહીર ઉ.૩૩ રહે.ભગવતીપરા મેઇન રોડ પ્યાસા પાનની બાજુમાં તેમજ તેમની સાથે પોલીસ સ્ટાફના PCR ઇન્ચાર્જ કોન્સ્ટેબલ સિધ્ધરાજસિંહ જાડેજા, અશ્ચિનભાઈ કાનગડ, ASI અને SRP નવીનકુમાર.એ.ડામોર સવાર હતા. આ સ્ટાફ નવરાત્રીના બંદોબસ્તમાં રાત્રે ૧૨ વાગ્યા બાદ માઈક બંધ કરાવવા અને કોઇ અનિચ્છનીય ઘટના ન બને તે માટે PCR વાનમાં પેટ્રોલીંગમાં હતા ત્યારે BRTS રૂટ પર મહાપૂજા ધામ સર્કલ બાલાજી હોલથી ઓમનગર સર્કલ તરફ જતાં મેડીકેર હોસ્પિટલ સામે પહોંચતાં સામેથી અચાનક એક ડબલ સવારીમાં BRTS રૂટ પર આવતું બાઈક PCR બોલેરો વાન સાથે ધડાકાભેર અથડાયું હતું. જેથી તુરંત પોલીસ સ્ટાફે વાનમાંથી ઉતરી જોતા રોડ પર પટકાયેલા બાઈકનાં ચાલકને માથાના ભાગે આંખ પાસે ઇજા પહોંચી હતી અને શરીરના અન્ય ભાગોમાં પણ ઇજા પહોંચી હતી. એવી જ રીતે બાઈકમાં પાછળ બેસેલા વ્યક્તિને પણ ઇજા પહોંચી હતી. તુરંત ૧૦૮ને ફોન કરાતા એમ્બ્યુલન્સ સાથે આવેલા EMT એ બેભાન પડેલા બાઈક ચાલકને મૃત જાહેર કરેલ. મૃતકના ખીસ્સામાંથી તેનું આધારકાર્ડ નિકળતા તે પિયુષ કરણભાઈ જરીયા ઉ.૧૭ રહે.વલ્લભ વિદ્યાનગર બાલાજી હોલ પાસે ૧૫૦ ફૂટ રીંગ રોડ રાજકોટ હોવાનું માલુમ પડેલ, જ્યારે ઇજાગ્રસ્ત પોતાનું નામ કુશ સવજીભાઈ ચાંડેગરા ઉ.૧૬ હોવાનું જણાવ્યું હતું અને મૃતક પિયુષ તેનો મિત્ર હોવાનું કહ્યું હતું. ઇજાગ્રસ્ત કુશને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યારે મૃતકના મૃતદેહને જરૂરી કાગળ કાર્યવાહી કર્યા બાદ શબવાહિની મારફત પોસ્ટમોર્ટમ રૂમમાં ખસેડવામાં આવેલ. ઘટનાસ્થળે માલવીયાનગર પોલીસ મથકના PI સહિતનો સ્ટાફ દોડી ગયો હતો. આ મામલે બેદરકારીપૂર્વક વાહન ચલાવવા બદલ મૃતક પિયુષ સામે IPC કલમ-૩૦૪(અ), ૨૭૯,૩૩૭,૩૩૮ તથા MV એક્ટ કલમ-૧૭૭,૧૮૪ તથા GP એક્ટ કલમ-૧૩૧ મુજબ ગુનો દાખલ કર્યો છે. જેમાં PCR વાનના કોન્ટ્રાક્ટ બેઇઝ ડ્રાઇવર રાજેશભાઈ ફરિયાદી બન્યા છે. આ તરફ સગીરના મૃત્યુથી પરિવારમાં શોક છવાયો હતો.

રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.