પત્ની અને પુત્ર બહારગામ ગયા બાદ ઉદયનગરમાં વૃધ્ધે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું
મવડી મેઇન રોડ પર આવેલા ઉદયનગર વિસ્તારમાં ઘરે એકલા રહેલા વૃદ્ધે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. જેમાં પુત્ર જયપુર અને પત્ની મુંબઈ ગઇ તે દરમિયાન વૃદ્ધે જીવન ટૂંકાવ્યું હોવાનુ સામે આવ્યું છે. બનાવ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ, શહેરના મવડી વિસ્તારમાં આવેલા ઉદયનગરમાં
અને ફેબ્રિકેશનનું કામ કરતા હરીશભાઈ ઉર્ફે ભરતભાઈ હરસોડા નામના 61 વર્ષીય વૃદ્ધ ગઇ કાલે પોતે ઘરે એકલા હતા ત્યારે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધાની ઘટના માલવિયાનગર પોલીસ મથકમાં નોંધાઇ હતી. આ અંગે ઘટનાની જાણ થતા હેડ કોન્સ્ટેબલ રાજદીપસિંહ ઝાલા સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો.
પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા મુજબ મૃતક વૃદ્ધ હરીશભાઈ ઉર્ફે ભરતભાઈ હરસોડાના પુત્ર જયપુર ગયા હતા અને તેના પત્ની મુંબઈ ગયા હતા. તે દરમિયાન વૃદ્ધે આપઘાત કરી લીધો હતો. જેમાં ગઇ કાલે વૃદ્ધના સબંધી તેમના ઘરે બેસવા જતાં ઘટના અંગે જાણ થઈ હતી. પોલીસે મૃતદેહ પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથધરી છે
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.