રાજકોટના એપાર્ટમેન્ટમાં ચોકીદારી કરતા નેપાળી પરિવારની 3-3 વર્ષની બે બાળકી રમતાં રમતાં સ્વિમિંગ પૂલમાં પડી, ડૂબી જતાં બન્નેનાં મોત - At This Time

રાજકોટના એપાર્ટમેન્ટમાં ચોકીદારી કરતા નેપાળી પરિવારની 3-3 વર્ષની બે બાળકી રમતાં રમતાં સ્વિમિંગ પૂલમાં પડી, ડૂબી જતાં બન્નેનાં મોત


રાજકોટ શહેરના યુનિવર્સિટી રોડ પર આવેલ શિલ્પન ઓનિક્સ એપાર્ટમેન્ટમાં રહેતા અને ત્યાં જ ચોકીદારી કરતા નેપાળી પરિવારની બે 3-3 વર્ષની બાળકી રમતાં રમતાં સ્વિમિંગ પૂલમાં પડી ગઈ હતી. જો કે, કોઈ બચાવે તે પહેલાં જ બન્નેનું ડૂબી જતાં મોત નીપજ્યું હતું. સોસાયટીના સ્વિમિંગ પૂલ ખાતે રાત્રિના 9.30 વાગ્યા બાદ લગભગ એકાદ કલાક સુધી બન્ને બાળકીનું પાણીમાં ડૂબી જવાથી મોત નીપજ્યું હતું. સ્થાનિકોએ 108 બોલાવી બન્ને બાળકીને બચાવવા કોશિશ કરી હતી. પરંતુ બન્ને બાળકીનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.