બાયડના લીંબ ગામે દારૂની હેરાફેરીમાં બે પોલીસ કર્મચારી સહિત પાંચ સામે ફરિયાદ
અત્યાર સુધીમાં દારૂની હેરાફેરીમાં ૨૦થી વધુ પોલીસ કર્મીને સસ્પેન્ડ કરાયા હતા. અરવલ્લી જિલ્લામાં છેલ્લા સાડાત્રણ વર્ષ એટલે કે ૪૨ માસમાં ૩૧ પોલીસ કર્મી-અધિકારીઓને કોઈને કોઈ કારણોસ નોકરી ગુમાવવાનો વારો આવ્યો હતો.જેમાં ૨૦થી વધુ પોલીસ કર્મી-અધિકારીઓ તો માત્ર દારૂ પ્રકરણે જ સસ્પેન્ડ કર્યા હોવાનું સૂત્રો દ્વારા જણાવાયું હતું.જિલ્લામાં ફરજ મોકૂફ કરાયેલ ૩૧ પૈકી ૧-પીઆઈ, ૫-પીએસઆઈ,૩- એએસઆઈ, ૮- હેડ કોન્સ્ટેબલ, ૮- પો.કોન્સ્ટેબલ અને ૬ લોકરક્ષનો સમાવેશ થાય છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.