રાજકોટમાં તાપમાનમાં અસામાન્ય વધઘટ, મિશ્ર ઋતુને કારણે શરદી-ઉધરસના વાયરા
હવાના દબાણમાં ફેરફારને કારણે તાપમાન પર અસર, જેથી એક જ સિઝનમાં ઠંડી અને ગરમી અનુભવાઈ
સપ્તાહ પહેલા ન્યૂનતમ તાપમાન 18 ડિગ્રી, બાદમાં 12 અને સોમવારે ફરી 18 ડિગ્રી થતાં કેસ વધ્યા
રાજકોટ શહેરમાં છેલ્લા એક સપ્તાહથી તાપમાનમાં અસામાન્ય વધઘટ જોવા મળી રહી છે. ગરમી અનુભવ્યા બાદ હવે અચાનકથી ઠાર પડ્યો અને હવે ફરીથી તાપમાન વધી રહ્યું છે. જેને કારણે શરદી-ઉધરસના વાયરલ કેસ વધી રહ્યા છે. નિષ્ણાતો જણાવે છે કે, હાલ દરિયા પર હવાના દબાણમાં વધઘટ થવાને કારણે તેની અસર અન્ય વિસ્તારના હવાના દબાણ અને દિશા પર પડતા તાપમાનમાં વધઘટ થઈ રહી છે. હવામાનની ભાષામાં દરિયાની સપાટી પર જ્યાં જ્યાં એક સરખું દબાણ હોય તે વિસ્તારોને જોડતી રેખાઓને આઈસોબાર કહેવાય છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.