હરિયાણા લોકસભાની 2 સીટના EVMની તપાસ થશે:ભાજપે બંને સીટ જીતી છે; કોંગ્રેસના ઉમેદવારોની મતદાનમાં ગોટાળાની ફરિયાદ પર ECIનો નિર્ણય - At This Time

હરિયાણા લોકસભાની 2 સીટના EVMની તપાસ થશે:ભાજપે બંને સીટ જીતી છે; કોંગ્રેસના ઉમેદવારોની મતદાનમાં ગોટાળાની ફરિયાદ પર ECIનો નિર્ણય


ચૂંટણી પંચે (EC) હરિયાણા લોકસભાની 2 સીટની ચૂંટણીમાં EVMમાં ખામીની ફરિયાદને ગંભીરતાથી લીધી છે. ECએ કરનાલ અને ફરીદાબાદ બેઠકના EVM ચેક કરાવવાનો નિર્ણય લીધો છે. આ બંને બેઠક પર કોંગ્રેસના ઉમેદવારોએ ચૂંટણી દરમિયાન મતદાનમાં ગોટાળાની આશંકા વ્યક્ત કરી હતી. આ અંગે ચૂંટણી પંચને ફરિયાદ પણ કરવામાં આવી હતી. કરનાલના કોંગ્રેસના ઉમેદવાર દિવ્યાંશુ બુદ્ધિરાજાએ ચૂંટણી પંચને પત્ર લખીને EVMની તપાસની માંગ કરી હતી. તેમજ, ફરીદાબાદથી કોંગ્રેસના ઉમેદવાર મહેન્દ્ર પ્રતાપે પણ ગેરરીતિની આશંકા વ્યક્ત કરી હતી. ચૂંટણી પંચે કહ્યું છે કે લોકસભા ચૂંટણી 2024માં EVMમાં ​​ખામી હોવાની ફરિયાદ કરતી 8 અરજીઓ મળી હતી. જેમાં હરિયાણાની કરનાલ અને ફરીદાબાદ લોકસભા સીટ સામેલ છે. આ બંને સીટ ભાજપે જીતી હતી
કરનાલ અને ફરીદાબાદ ​​​​​​​લોકસભાની બંને સીટ ભાજપના ઉમેદવારોએ જીત મેળવી છે. કરનાલથી સાડા નવ વર્ષ સુધી હરિયાણાના મુખ્યમંત્રી રહેલા મનોહર લાલ ખટ્ટરે કોંગ્રેસના ઉમેદવાર દિવ્યાંશુ બુધિરાજાને હરાવ્યા હતા. હવે તેઓ મોદી કેબિનેટમાં મંત્રી બન્યા છે. ભાજપે ફરીદાબાદ લોકસભા સીટ માટે કૃષ્ણ પાલ ગુર્જરને પોતાનો ઉમેદવાર બનાવ્યો હતો. અહીંથી તેમણે કોંગ્રેસના મહેન્દ્ર પ્રતાપ સિંહને હરાવીને જીત મેળવી હતી. ગુર્જરને મોદી કેબિનેટમાં ત્રીજી વખત રાજ્યમંત્રી પણ બનાવવામાં આવ્યા છે. કોંગ્રેસના ઉમેદવારો EVM ચેક કરશે
ECI કરનાલ અને ફરીદાબાદ લોકસભા સીટના ​​કોંગ્રેસના ઉમેદવારો માટે EVM તપાસ કરશે. કરનાલ લોકસભા સીટ પરથી કરનાલમાં 2 EVM અને પાણીપત શહેરમાં 2 EVM ચેક કરવામાં આવશે. એટલે કે કરનાલ લોકસભા સીટના 4 ઈવીએમ ચેક કરવામાં આવશે. તેમજ, ફરીદાબાદ લોકસભા સીટના બડકલ બૂથ પર 2 EVM ચેક કરવામાં આવશે. આવું પહેલીવાર થઈ રહ્યું છે...
આવું પહેલીવાર છે જ્યારે ECIએ EVM ચેકિંગને લઈને ગાઈડલાઈન જાહેર કરી છે. 4 જૂને મતગણતરી પહેલા આ ગાઈડલાઈન 1 જૂનના રોજ કમિશન તરફથી જાહેર થઈ હતી. તેમાં આ જોગવાઈ કરવામાં આવી છે કે પરિણામ જાહેર થયા પછી, કોઈપણ બીજા સ્થાનનો ઉમેદવાર EVM ચકાસણી માટે અરજી કરી શકે છે. આ માટે પંચ દ્વારા EVM ચેક કરાવવા માટે 50 હજાર રૂપિયાની ફી નક્કી કરવામાં આવી છે. જો કે, આ માટે ઉમેદવારે પરિણામ જાહેર થયાના 7 દિવસની અંદર અરજી કરવાની રહેશે. ECIએ EVMની તપાસના આદેશ આપ્યા...


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.