બોટાદ જિલ્લાનાં ગઢડા તાલુકા વિસ્તારોમાં પવન સાથે વરસાદથી ખેડૂતો પાયમાલ બન્યાં - At This Time

બોટાદ જિલ્લાનાં ગઢડા તાલુકા વિસ્તારોમાં પવન સાથે વરસાદથી ખેડૂતો પાયમાલ બન્યાં


બોટાદ જિલ્લાનાં ગઢડા તાલુકા વિસ્તારોમાં પવન સાથે વરસાદથી ખેડૂતો પાયમાલ બન્યાં

ભર શિયાળે સાર્વત્રિક કમોસમી વરસાદથી ખેડૂતોનાં મોંમા આવેલો કોળિયો છીનવાયો તેવી સ્થિતી ખેડૂતોની બની.હાલ ગઢડા તાલુકાનાં મિડિયા સંજના મકવાણા દ્વારા ખેડૂતોના ખેતરોની તપાસ કરતાં ખેડૂતોએ પોતાના ખેતરમાં વાવેલા પાકો જેમ કે પપૈયા, શેરડી,એરંડા,કપાસ,ધાણા,વરિયાળી વગેરે.નિષ્ફળ જવાના આરે છે.તેમજ લિંબાળી ગામનાં 40 વીઘા નાં ખાતેદાર વલ્લભભાઈ હરજીભાઈ નામનાં ખેડૂતે સરકાર સામે રોષે ભરાયા છે.ખેડૂતો દેવાદાર બની રહ્યાં છે ખેડૂતોનું કેહવુ છે કે સરકાર મોટી મોટી વાતો કરે છે ખેડૂતો ની સમસ્યા સાંભળતી નથી આગળ નું એક પણ વળતર ન આપવાનો દાવો કર્યો છે અને હાલ જે નુકશાન થયુ તેનું વળતરની માંગણી કરી રહ્યાં છે કેહવાય છે.કે જગત નો તાત પર ઘાત હવે તો ખેડૂતો સામે જુઓ સરકાર.તદઉપરાંત ખેડૂતો એ જણાવ્યું છે. કે ખેડૂતો ને નુકશાન થયુ તે સામે વળતર નય ચૂકવે તો 2024 ની ચુંટણી ખૂબ નજીક છે મોટા નેતા ઓ પોતાની ખુરશી ખાલી કરે તેવી ખેડૂતો એ ચિમકી ઉચ્ચારી છે.

રિપોર્ટર : સંજના મકવાણા, ગઢડા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.