સરવે:દરેક વ્યક્તિ રોજ બે કલાક ડ્રીમ સ્ક્રોલિંગ કરે છે, પોતાની પસંદગીના વીડિયો જોવાની પ્રવૃત્તિ વધી
કોઈ મોંઘી ગાડી, મોબાઈલ કે ઘર... દરેક વ્યક્તિ પોતાના જીવનમાં જે કંઈ પણ મેળવવા ઈચ્છે છે કે જેનાં સપનાં જુએ છે, તેના વિશે વિચારતા રહે છે, તેના વિશે વાંચે છે. વીડિયો અને ઓડિયો જુએ છે તેને ડ્રીમ સ્ક્રોલિંગ કહે છે. અમેરિકામાં થયેલા વન પોલના સરવે અનુસાર એવું નથી કે તેનાથી લોકો પોતાનો સમય બરબાદ કરે છે, પરંતુ આવું કરતા રહેવાથી લોકોને તેમનાં સપનાં હાંસલ કરવાનો ઉત્સાહ મળે છે. જોકે એક સરેરાશ મુજબ અમેરિકી દર વર્ષે આશરે 36 દિવસ માત્ર ડ્રીમ સ્ક્રોલિંગ કરવામાં જ વિતાવી દે છે. જોકે શોધમાં જાણવા મળ્યું છે કે આવા લોકો મલ્ટિટાસ્કર હોય છે. તે એક સાથે ઘણાં કામો કરી લે છે. તેમાં તેમની ડ્રીમ સ્ક્રોલિંગની આદત પણ છે. આવા લોકો ઓફિસમાં કામ દરમિયાન પણ ડ્રીમ સ્ક્રોલિંગ કરતા રહ્યા છે. દરેક 10માંથી 7 વ્યક્તિનું માનવું છે કે ડ્રીમ સ્ક્રોલિંગ તેમને પોતાના સારા માટે કરાતા રોકાણ જેવું લાગે છે. તેમને લાગે છે કે તે તેમનાં સપનાં પૂરાં કરવા માટે પૈસા બચાવવા માટે પ્રેરિત થાય છે. ઘણા લોકો એવા પણ છે જેમનું સપનું શ્રેષ્ઠ રિટાયરમેન્ટનું છે. આર્થિક સ્થિતિ ખરાબ તો ડ્રીમ સ્ક્રોલિંગ વધુ કરે છે
જ્યારે કોઈ વ્યક્તિની આર્થિક સ્થિતિ ખરાબ થઈ જાય છે, કે પછી દેશમાં આર્થિક સંકટ ચાલતું હોય તો ડ્રીમ સ્ક્રોલિંગની આદત વધી જાય છે. તેનાથી તેમને શાંતિ મળે છે. 56% લોકોએ કહ્યું કે આવું કરવાથી તેઓ પૈસા ખર્ચવામાં વધુ સ્માર્ટ હોય છે. 30% લોકોનું માનવું છે કે તેમણે બિનજરૂરી વસ્તુઓ ખરીદવાનું બંધ કરી દીધું છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.