ભાસ્કર ખાસ:છત્તીસગઢમાં દર મહિને 4 યુવાનો જેન્ડર ચેન્જ કરાવી રહ્યા છે, મોટા ભાગે છોકરામાંથી છોકરી બની રહ્યા છે, બીજાં રાજ્યોમાંથી પણ લોકો આવે છે
એક સમયે જેન્ડર ચેન્જ કરવાની ઈચ્છા જાહેર કરવી પણ પાપ માનવામાં આવતું હતું. સમાજ માટે આ વિષય ટેબુ મનાતું હતું. આ વિશે વાત પણ નહોતી કરી શકાતી. પણ હવે સમય બદલવાની સાથે સમાજમાં જેન્ડર ચેન્જ કરનારાઓની સ્વીકાર્યતા વધી છે. આ જ કારણ છે કે આ સમયે છત્તીસગઢમાં દર મહિને સરેરાશ 3થી 4 જેન્ડર ચેન્જ કરવાની સર્જરી થઈ રહી છે. તેના સ્પેશિયાલિસ્ટ ડોક્ટર અનુસાર તેમાં છોકરાઓમાંથી છોકરીમાં પરિવર્તિત થવાનો દર વધુ છે. રાજધાનીના કાલડા બર્ન એન્ડ પ્લાસ્ટિક સર્જરી સેન્ટરમાં છેલ્લાં 3 વર્ષમાં 100થી વધુ લોકોએ સેક્સ ચેન્જ કરાવ્યું છે. તેમાંથી 85% પહેલા છોકારા હતા, ત્યારે 15% છોકરીઓ હતી જેણે જેન્ડર ચેન્જ કરી લીધું છે. જોકે આ એટલું સરળ પણ નથી કે કોઈએ વિચાર્યું અને લિંગ પરિવર્તન કરાવી લીધું. આ માટે ચિકિત્સા તપાસની સાથે-સાથે કાઉન્સેલિંગ, કાયદાકીય પ્રક્રિયા અને શપથપત્ર જેવી લાંબી ઔપચારિકતાઓ હોય છે. સંપૂર્ણ બોડી ચેન્જ કરે છે
ડો. સુનીલ કાલડા કહે છે જે જેન્ડર ચેન્જ કરાવે છે તેની સંપૂર્ણ બોડી ચેન્જ કરાય છે. તેમાં હાર્મોન, બ્રેસ્ટ, કમરનો આકાર, ચહેરામાં હોઠ, આઈબ્રો, પાંપણ, હેરલાઈન, કરચલીઓ બધું બદલાય છે. આ ઉપરાંત પેટ અને નિતંબને પણ રિસાઇઝ કરવામાં આવે છે. આ ઉપરાંત ગળાનું ઓપરેશન કરીને પેશન્ટના અવાજને પણ બદલવામાં આવે છે. શું કહે છે મનોચિકિત્સક | મનોચિકિત્સક મનોજ સાહૂનું કહેવું છે કે કેટલાક લોકોને આ જેનેટિક તકલીફ હોય છે કે તે પોતાને તેના શરીરમાં સહજ નથી અનુભવતા. આ સાથે જ કેટલાક લોકો ઓપોઝિટ જેન્ડરથી આકર્ષાઈને પણ તેના જેવા બનવાની ઈચ્છા થઈ જાય છે. તે જે જેન્ડરમાં હોય છે, નાનપણથી જ તેના ઓપોઝિટ જેન્ડર જેવું અનુભવવા લાગે છે. માટે જ આગળ ચાલીને સંપૂર્ણ રીતે એ રૂપમાં ઢળી જાય છે. પ્રદેશમાં સંખ્યા વધી રહી છે એવી કોઈ વાત નથી. આ સામાન્ય બાબત છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.