મંકીપોક્સની દહેશતથી WHO પણ ગભરાયું:ગ્લોબલ હેલ્થ ઈમરજન્સી જાહેર કરી; જાણો શું છે મંકીપોક્સ, તેના લક્ષણો અને બચવાનો રસ્તો - At This Time

મંકીપોક્સની દહેશતથી WHO પણ ગભરાયું:ગ્લોબલ હેલ્થ ઈમરજન્સી જાહેર કરી; જાણો શું છે મંકીપોક્સ, તેના લક્ષણો અને બચવાનો રસ્તો


વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) એ બુધવારે Mpox એટલે કે મંકીપોક્સને ગ્લોબલ પબ્લિક હેલ્થ ઈમરજન્સી જાહેર કરી છે. બે વર્ષમાં આ બીજી વખત છે જ્યારે આ રોગને હેલ્થ ઈમરજન્સી જાહેર કરવામાં આવી છે. કોંગોમાં આ રોગનો પ્રકોપ ફેલાયો છે, જેના કારણે પડોશી દેશો પણ ઝપેટમાં આવી ગયા છે. મંકીપોક્સ શીતળા જેવો વાયરલ રોગ છે. આ વાયરસના ચેપમાં સામાન્ય રીતે ઘણી આડઅસર થતી નથી, પરંતુ ભાગ્યે જ કિસ્સાઓમાં તે જીવલેણ બની શકે છે. આના કારણે, ફ્લૂ જેવા લક્ષણો દેખાય છે અને શરીર પર પરુ ભરેલા ફોલ્લા લાલ ચકતાં પડે છે. આ વાયરસ ઓર્થોપોક્સ વાયરસ જીનસ ફેમેલિનો સભ્ય છે, જે શીતળા માટે પણ જવાબદાર છે. WHO પણ ચિંતિત છે કારણ કે મંકીપોક્સના વિભિન્ન પ્રકોપમાં મૃત્યુદરમાં તફાવત છે. ઘણી વખત તે 10%થી વધુ થઈ ગયો છે. તે વધુ ખતરનાક સાબિત થઈ શકે છે કારણ કે તે ચેપી રોગ છે. તેથી, WHOએ આ અંગે એલર્ટ જાહેર કર્યુ છે. આફ્રિકામાં અત્યાર સુધીમાં મંકીપોક્સના 17 હજારથી વધુ કેસ નોંધાયા છે
આફ્રિકા સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (Africa CDC) અનુસાર આ વર્ષે અત્યાર સુધીમાં આફ્રિકન ખંડમાં મંકીપોક્સના 17,000થી વધુ શંકાસ્પદ કેસ નોંધાયા છે, જ્યારે 517 મૃત્યુ નોંધાયા છે. ગયા વર્ષના સમાન સમયગાળાની સરખામણીએ આ વર્ષે કેસોમાં 160%નો વધારો થયો છે. કુલ મળીને 13 દેશોમાં મંકીપોક્સના કેસ નોંધાયા છે. આ વાયરસ સામાન્ય સંપર્ક દ્વારા ફેલાય છે
કોંગોમાં આ રોગ ફાટી નીકળવાની શરૂઆત ક્લેડ Iના નામે ઓળખાતા રોગના ફેલાવાથી થઈ હતી. પરંતુ એક નવો સ્ટ્રેન ક્લેડ-Ib સામે આવ્યો છે જે સામાન્ય સંપર્ક દ્વારા ઝડપી ફેલાય છે. આમાં જાતીય સંપર્કનો પણ સમાવેશ થાય છે. તે કોંગોના પડોશી દેશો જેમ કે બુરુન્ડી, કેન્યા, રવાન્ડા અને યુગાન્ડામાં ફેલાયો છે. જેના કારણે WHOએ આ કાર્યવાહી કરવી પડી. WHOના ડાયરેક્ટર જનરલ ટેડ્રોસ એડનોમ ગેબ્રેયસે કહ્યું કે તે સ્પષ્ટ છે કે આ રોગના ફેલાવાને રોકવા અને જીવન બચાવવા માટે વિશ્વએ સાથે મળીને કામ કરવું પડશે. આ અઠવાડિયાની શરૂઆતમાં, આફ્રિકાની ટોચની જાહેર આરોગ્ય સંસ્થાએ આફ્રિકામાં મંકીપોક્સના રોગના કારણે ઈમરજન્સી જાહેર કરી છે. સાથે જ ચેતવણી પણ આપી છે કે આ વાઈરલ ઈન્ફેક્શન ભયજનક દરે ફેલાઈ રહ્યું છે. મંકીપોક્સના લક્ષણો શું છે? દરેક ચેપગ્રસ્ત વ્યક્તિ માટે લક્ષણો જુદા-જુદા હોઈ શકે છે મંકીપોક્સ કોને અસર કરે છે?
આ વાયરસ કોઈપણ વ્યક્તિને અસર કરી શકે છે. જો કે, આફ્રિકામાં મોટાભાગના કિસ્સાઓમાં, 15 વર્ષથી ઓછી ઉંમરના બાળકો સૌથી વધુ ભોગ બન્યા હતા. આનું એક કારણ એ પણ હોઈ શકે છે કે મોટાભાગના પુખ્ત વયના લોકોએ શીતળાની રસી લીધી હતી જે મંકીપોક્સમાં અસરકારક હતી. જ્યારે આ બાળકોને આપી શકાતી નથી. આફ્રિકાની બહાર, સમલૈગિંકોમાં આ રોગના કેસ વધુ જોવા મળે છે. જો કે, વાયરસ એવા લોકોમાં પણ ફેલાય છે જેઓ બાયસેક્સ્યુઅલ અથવા સમલૈગિંક ન હતા. મંકીપોક્સની સારવાર શું છે? શું મંકીપોક્સથી બચવાનો કોઈ રસ્તો છે?
ઘણી રસીઓ આપણને મંકીપોક્સના પ્રકોપથી બચાવી શકે છે. કેટલીક રસીઓ આ માટે જ તૈયાર કરવામાં આવી છે, જ્યારે કેટલીક રસી શીતળા માટે તૈયાર કરવામાં આવી હતી, જે તેને રોકવામાં અસરકારક છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.