દેશને મળી ગઈ ‘લેડી બુમરાહ’:જસપ્રીત બુમરાહથી પણ ઘાતક બોલિંગ કરે છે આ યંગ ગર્લ, સ્કૂલ યુનિફોર્મમાં બતાવ્યો પોતાનો બોલિંગ જાદુ; VIDEO
ટીમ ઈન્ડિયાના સ્ટાર બોલર જસપ્રીત બુમરાહથી દુનિયાનો દરેક બેટર ડરે છે. તેની તોફાની યોર્કર ગિલ્લીઓ ઉડાડતી જોવા મળે છે. બુમરાહની અનોખી બોલિંગ એક્શન પણ આખી દુનિયામાં ફેમસ છે. જેની સામે બેટર્સ પાણી ભરતા જોવા મળે છે. ઘણા બોલરો બુમરાહની બોલિંગ એક્શનની નકલ કરવાનો પ્રયાસ કરે છે. હાલમાં જ કેટલાક ખેલાડીઓ તેની જેમ બોલિંગ કરવાનો પ્રયાસ કરતા જોવા મળ્યા હતા, પરંતુ તમે આ પહેલાં ક્યારેય બુમરાહ જેવી બોલિંગ કરતી છોકરીને જોઈ નહીં હોય. ખરેખર, હાલ સોશિયલ મીડિયા પર એક સ્કૂલ ગર્લનો વીડિયો ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે, જેમાં તે બુમરાહની જેમ બોલિંગ કરતી જોવા મળી રહી છે. આ વીડિયોમાં એક યંગ ગર્લ બુમરાહની બોલિંગ એક્શનની બરાબર નકલ કરીને બોલ ફેંકી રહી છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે અને ચાહકો હવે આ છોકરીને 'લેડી બુમરાહ' તરીકે ટેગ કરતા જોવા મળી રહ્યા છે. શાનદાર બોલિંગથી દરેકને દંગ કર્યા
ઈન્ટરનેટ પર વાઇરલ થઈ રહેલા એક વીડિયોમાં જોઈ શકાય છે કે એક સ્કૂલની છોકરી નેટમાં બોલિંગ કરતી જોવા મળી રહી છે. સ્કૂલ યુનિફોર્મમાં ચશ્માં પહેરીને દેખાતી વિદ્યાર્થિની બુમરાહની જેમ જ દોડે છે અને તે જ રીતે બોલ છોડે છે. બેટર પણ તેના શાનદાર યોર્કરથી પરાજિત થાય છે. આ વીડિયોને ઘણા યુઝર્સ દ્વારા શેર કરવામાં આવ્યો છે. બીસીસીઆઈ પાસે માગ
વીડિયો સામે આવ્યા બાદ, ઘણા યુઝર્સે બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઈન્ડિયા (BCCI) પાસેથી તેની ગ્રુમિંગની માગ કરવાનું શરૂ કર્યું છે. ચાહકોનું કહેવું છે કે જો આવી પ્રતિભાને વિકસાવવાની તક આપવામાં આવે તો તે એક દિવસ ભારત માટે ઘણું સારું કામ કરી શકે છે. બુમરાહ ટી20 વર્લ્ડ કપ બાદ આરામ કરી રહ્યો છે. એવી આશા છે કે બુમરાહ બાંગ્લાદેશ સામેની ટેસ્ટ શ્રેણીમાં વાપસી કરશે. તે ઝિમ્બાબ્વે શ્રેણીમાં પણ રમ્યો ન હતો, આ પછી તે શ્રીલંકા સામે રમાયેલી ત્રણ મેચની T20 અને વનડે શ્રેણીમાં ટીમનો ભાગ નહોતો. ટી-20 વર્લ્ડ કપની વાત કરીએ તો બુમરાહે પોતાની બોલિંગથી ધૂમ મચાવી દીધી હતી. બુમરાહે T-20 વર્લ્ડ કપમાં શાનદાર બોલિંગ કરી અને કુલ 15 વિકેટ લીધી. બુમરાહને પ્લેયર ઓફ ધ મેચનો ખિતાબ મળ્યો હતો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.