આઝાદીના આટલા વર્ષો પછી પણ બુટા ગામ પાણી માટે ટેન્કર આધારિત - At This Time

આઝાદીના આટલા વર્ષો પછી પણ બુટા ગામ પાણી માટે ટેન્કર આધારિત


ભુજ,રવિવારછેવાડાના અબડાસા વિસ્તારમાં પાણીની સમસ્યા કાયમ રહેતી આવી છે. તાલુકાના બુટા ગામે છેલ્લા બે માસાથી પાણીની સમસ્યાનો ગ્રામજનો, માલાધારીઓ સામનો કરી રહ્યા છે. પદાિધકારીઓ અને અિધકારીઓ સમક્ષ આ મુદે રજુઆત કરવા છતા નિવેડો આવતો નાથી.બુટા ગામે ગ્રામજનોની વસ્તી છે જયારે ૩ હજાર પશુાધન છે. જેને ટેન્કર દ્વારા પાણી પુરુ પાડવામાં આવે છે. ટેન્કર દ્વારા પણ કાયમી ધોરણે પાણીનું વિતરણ કરાતુ નાથી. સંબંિધત વિભાગના અિધકારીઓ દાદ આપતા નાથી. છેલ્લા બે માસાથી કાળઝાળ ગરમી અનુભવાય છે. પશુઓ પીવાના પાણી માટે તડપે છે, ગ્રામજનો, માલાધારીઓ રજુઆત કરીને થાકયા છે હવે શું કરવુ? નેતાઓ તો વોટ મેળવીને શાંતિાથી બેસી જાય છે, અિધકારીઓ પાસેાથી આશ્વાસન સિવાય કંઈ મળતુ નાથી. ત્યારે, બુટા ગામે પાણીની સમસ્યાનો કાયમી ધોરણે નિકાલ કરાય તેવી રજુઆત છે. ઉલ્લેખનિય છે કે, આઝાદીના આટલા વર્ષો પછી હજુ પણ લોકોને જો ટેન્કર આાધારિત રહેવુ પડતુ હોય તો આને વિકાસ કહેવાય? વળી, છેવાડાના અબડાસા વિસ્તારનો માત્ર ચૂંટણી પુરતો જ ઉપયોગ કરાતો હોય તેમ કોંગ્રેસ હોય કે પછી ભાજપ, માત્ર ચૂંટણી ટાંકણે નેતાઓ વચનો આપે  છે પછી પાંચ વર્ષ સુાધી શોધવા પડે છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.