જાહેર રજામાં સ્કૂલ બંધ કરાવવા જતા સૌરાષ્ટ્ર કોંગ્રેસ પ્રવક્તા સહિત 5ની અટકાયત, સંચાલકે કહ્યું- 500 ખાનગી સ્કૂલ ચાલુ
સામાન્ય રીતે જાહેર રજાના દિવસોમાં વિદ્યાર્થીઓનું ભણતર બંધ રાખવામાં આવે છે પરંતુ, રાજકોટ શહેરમાં રજાના દિવસે ખાનગી શાળાઓમાં શૈક્ષણિક કાર્ય ચાલુ લખાતું હોવાની ફરિયાદો સામે આવે છે ત્યારે આજે રાજકોટની ધોળકિયા સ્કૂલમાં બકરી ઈદના દિવસે શૈક્ષણિક કાર્ય શરૂ હોવાની ફરિયાદોના આધારે આજે સૌરાષ્ટ્ર કોંગ્રેસ પ્રવક્તા સહિતના વિદ્યાર્થી આગેવાનો ધોળકિયા સ્કૂલ ખાતે પહોંચ્યા હતા અને શિક્ષણકાર્ય બંધ કરાવવા માટેના સૂત્રોચ્ચાર પોકાર્યા હતા. આ દરમિયાન ત્યાં હાજર સ્કૂલ સંચાલક કૃષ્ણકાંત ધોળકિયા સમક્ષ તેઓ રજૂઆત કરતા હતા ત્યારે અચાનક પોલીસ આવી પહોંચી હતી અને વિદ્યાર્થી આગેવાનોની અટકાયત કરી લીધી હતી. જોકે, આ દરમિયાન સ્કૂલ સંચાલકે જણાવ્યું હતું કે, ધો. 9થી 12ના વિદ્યાર્થીઓ માટે માત્ર ધોળકિયા જ નહીં પરંતુ, રાજકોટની 500 જેટલી ખાનગી શાળાઓમાં અભ્યાસક્રમ ચાલુ છે. તેમના આ નિવેદન પરથી જિલ્લા શિક્ષણ અધિકારીની કામગીરી સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.