નશાબંધીની કડકાઈથી અમલવારી કરાવતી બોટાદ જિલ્લા પોલીસ - At This Time

નશાબંધીની કડકાઈથી અમલવારી કરાવતી બોટાદ જિલ્લા પોલીસ


નશાબંધીની કડકાઈથી અમલવારી કરાવતી બોટાદ જિલ્લા પોલીસ

બોટાદ જિલ્લા પોલીસને વડી કચેરી ખાતે મળતી અરજીઓમાં ઉચ્ચપોલીસ અધિકારીશ્રી દ્વારા નિષ્પક્ષ યોગ્ય તપારા કરાવામાં આવી છે.

થોડા સમય પહેલા રોજીદ ગામના વ્યક્તિ, સરપંચશ્રી દ્વારા
તા. ૦૪ / ૦૩ / ૨૦૨૨ થી કરેલ અરજી અત્રેની કચેરી ખાતે મળેલ
હતી, અરજીની ગંભીરતાને ધ્યાને અરજીની તપાસ તાત્કાલીક
વિભાગીય પોલીસ અધિકારીશ્રી સુભાષચંદ્ર ત્રિવેદી નાઓને સોંપવામાંઆવેલ હતી અને તપાસ અધિકારી શ્રી સુભાષચંદ્ર ત્રિવેદી દ્વારા રોજીદગામમાં કુલ- ૦૬ સફળ રેઈડો કરી ૪૮ લીટર દેશી દારૂના જથ્થા સાથેકુલ૦૭ આરોપીઓની ધરપકડ કરી હતી.
આ કામગીરી ઉપરાંત ૦૬ વખત ફરી રેઈડો કરવામાં આવી હતી,
પરંતુ આ રેઈડો દરમિયાન પ્રોહીબીશનને લગતું કોઈ વાંધાજનક મળ્યું ન હતું, રેઇડ દરમિયાન પકડાયેલા આરોપીઓ વિરૂધ્ધ પ્રોહી -૯૩ મુજબના અટકાયતી પગલાની કામગીરી પણ કરાઈ હતી. આ અરજી અનુસંધાને રોજીદ ગામના ૧૦ જેટલા પ્રોહીબીશનના ગુન્હામાં પકડાયેલ લીસ્ટેડ પ્રોહીબીશન બુટલેગર ગજુબેન પ્રવિણભાઇ વડોદરીયા ના ઠેકાણે તા. ૧૯ / ૦૪ / ૨૦૨૨ અને તા. ૨૨ / ૦૪ / ૨૦૨૨ ના રોજ નીલ રેઇડ ક૨વામાં આવી હતી તથા તા. ૨૨ / ૦૬ / ૨૦૨૨ ના રોજ પ્રોહીબીશનનો ગુન્હો દાખલ કરી ૦૪ લીટર દેશી દારૂ કબજે કરવામાં આવ્યો હતો. તેમજ તેના વિરૂધ્ધ પ્રોહી - ૯૩ મુજબ અટકાયતી પગલા પણ લેવામાં આવ્યા છે, ઉપરાંત એક આરોપીની તડીપાર દરખાસ્ત તૈયાર કરી મોકલવામાંઆવી છે બરવાળામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી તા. ૨૧ / ૦૬ / ૨૦૨૨ થી પો. સ. ઈન્સ. શ્રી ભગીરથસિંહ વાળા ને બરવાળા ના થાણા અધિકારી નિયુક્ત કરવામાં આવ્યા છે અને બોટાદ જિલ્લા પોલીસ, બરવાળા પોલીસ સ્ટેશન, દ્વારા કડકાઈથી દારૂના દુષણને નાબૂદ કરવા માટે મોટા પાયે કેસો કરી Proactively કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે, બરવાળા પોલીસ સ્ટેશનમાં સને - ૨૦૨૨ ના વર્ષમાં કુલ – ૧૫૨ પ્રોહીબીશનના કેસો કરવામાં આવ્યા છે. સમગ્ર બોટાદ જિલ્લા પોલીસ દ્વારા તા. 30 / 06/ 2022 ની સ્થિતિએ કુલ – ૪૪૨ પ્રોહીબીશનના કેસો કરવામાં આવ્યા છે, સમાંતર સમયની સરખામણીએ ૯૭ જેટલા વધુ છે. રોજીદ ગામના સરપંચશ્રી દ્વારા કરવામાં આવેલ અરજી અનુસંધાને, અરજીના તપાસ અધિકારીશ્રી દ્વારા તા. ૨૫ / ૦૩ / ૨૦૨૨ અને તા. ૧૨ / ૦૪ / ૨૦૨૨ ના સમન્સથી વિભાગીય પોલીસ અધિકારીશ્રી ની કચેરી ખાતે હાજર રહેવા જાણ કરી વારંવાર બોલાવવા છતા તેઓ હાજર નહોતા થયા ત્યારબાદ પોલીસ વિભાગ દ્વારા તા. ૨૬ / ૦૪ | ૨૦૨૨ ના રોજ બરવાળા એક્ઝ. મેજી શ્રીને સાથે રાખીને રોજીદ ગામે જઇને તપાસ કોમ્બીંગ હાથ ધરવામાં આવ્યું હતુ ત્યારે કોમ્બીંગમાં પ્રોહીબીશનને લગતું કોઈ વાંધાજનક મળી આવેલ ન હતું રોજીંદ ગામના સરપંચશ્રીએ કરેલ અરજી અનુસંધાને સંપૂર્ણ કાયદેસરની કાર્યવાહી બોટાદ પોલીસ દ્વારા કરવામાં આવી છે ત્યારે સરપંચશ્રી દ્વારા તેઓની અરજી બાબતે કાર્યવાહી નહિ કર્યા બાબત નો આક્ષેપ સત્યથી વિહોણા હોય તેવુ લાગી રહ્યુ છે

Report, Nikunj chauhan botad 7575863232


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.