ધંધુકા સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા ધંધુકા શાખામાં ફરજ બજાવતા શ્રી કાર્તિકકુમાર વાઘજીભાઈ મકવાણાનો વિદાય કાર્યક્રમ યોજાયો. - At This Time

ધંધુકા સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા ધંધુકા શાખામાં ફરજ બજાવતા શ્રી કાર્તિકકુમાર વાઘજીભાઈ મકવાણાનો વિદાય કાર્યક્રમ યોજાયો.


ધંધુકા સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા ધંધુકા શાખામાં ફરજ બજાવતા શ્રી કાર્તિકકુમાર વાઘજીભાઈ મકવાણા નો વિદાય કાર્યક્રમ યોજાયો.

અમદાવાદ જીલ્લા ના ધંધુકા સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા ધંધુકા શાખામાં ફરજ બજાવતા શ્રી કાર્તિકકુમાર વાઘજીભાઈ મકવાણા ની ધંધુકા થી ભાવનગર બદલી થતાં તેમનો વિદાય કાર્યક્રમ SBI ધંધુકા શાખા માં તારીખ 17/12/2024 ને મંગળવારે યોજાયો હતો. આ કાર્યક્રમમાં મેનેજર સાહેબ તથા અન્ય ઓફિસરો, સમગ્ર SBI સ્ટાફ, ધંધુકા ના અન્ય ઓફીસના કર્મચારીઓ, શિક્ષકો , રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના પ્રતિનિધિ તથા શાખાના ગ્રાહકો હાજર રહ્યા હતા. ખુબ ભારે હૃદય સાથે બધાએ કાર્તિકભાઈ મકવાણા ને વિદાય આપી હતી. મેનેજર સાહેબ ના જણાવ્યા મુજબ કાર્તિકભાઈ અમારી શાખા ના પીલ્લર સમાન હતા તેમના જવાથી ખૂબ મોટી ખોટ પડી છે. અન્ય કર્મચારીઓ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના પ્રતિનિધિઓ દ્વારા સાલ ઓઢાડીને સન્માન કર્યું હતું.
તેમણે જણાવ્યું હતું કે એસબીઆઇ ધંધુકા માં આપની ફરજ સાથે ની સેવા ખરેખર વંદનીય છે...તમારો શાંત .. પ્રેમાળ સ્વભાવ..એક પ્રશ્ન વધુ પૂછવાનો ભાવ થાય તેવો અને ક્યારેય કોઈ ને નિરાશ કર્યા નથી.. તે સત્ય છે. Best Employees નુ બિરુદ તમને એકદમ ફીટ બેસે છે. તમારી સેવા નો લાભ એમને ધંધુકા મા નહી મળે એનો અફસોસ રહેશે. પણ પરિવર્તન સંસાર નો નિયમ છે. Best of luck....
કાર્તિકભાઈ એ સૌનો આભાર માનતા કહ્યું હતું કે તેમના આવા સ્વભાવ અને વ્યક્તિત્વ ના પાયામાં તેમના માતા પિતા અને સ્વાધ્યાય કાર્યની ખૂબ મોટી ભૂમિકા છે. બાળકોના ઉચ્ચ અભ્યાસ માટે બદલી કરાવી છે તેમનો અભ્યાસ પૂર્ણ થતાં ફરીથી ધંધુકા પરત આવીશ. કાર્તિકભાઈ તથા તેમના બાળકો ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવી શુભેચ્છા પાઠવી ખૂબ દુઃખ સાથે બધાએ વિદાય આપી હતી.

રીપોર્ટર. : સી કે બારડ
મો : 7600780700


+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.