સગીરા ને 181 અભયમની ટીમ દ્વારા અપાઈ કાયદાકીય સમજ માતાપિતા સાથે રહેવા ન માંગતી સગીરા ને ૧૮૧ ટીમ દ્વારા સુરક્ષિત સ્થાને લઈ જવામાં આવેલ
સગીરા ને 181 અભયમની ટીમ દ્વારા અપાઈ કાયદાકીય સમજ
માતાપિતા સાથે રહેવા ન માંગતી સગીરા ને ૧૮૧ ટીમ દ્વારા સુરક્ષિત સ્થાને લઈ જવામાં આવેલ
અમરેલી મહિલાઓની રક્ષા કાજે અવિરત કાર્યરત 181 મહિલા હેલ્પલાઇન અમરેલી જિલ્લાના અમરેલી તાલુકાના એક ગામમાં રહેતી સગીરા દ્વારા કોલ કરીને મદદ માંગવામાં આવતા તુરંત અમરેલી મહિલા પોલીસ સ્ટેશન સ્થિત 181ના કાઉન્સિલર કાજલ પરમાર સહિતની ટીમ પીડિતા પાસે પોહચી ગયા હતા અને સગીરા નું કાઉન્સિલિંગ કરતા જણાવેલ કે તેની સગાઇ જાફરાબાદ તાલુકાના એક ગામમાં થયેલ સગાઇ અને હાલ સગાઇના છ મહિના થયેલ પરંતુ સગીરા ના માતાપિતા તેણીને સગાઇ તોડવા દબાણ કરતા હોય ઉપરાંત સગીરાને પૈસાની લાલચમાં અન્ય જગ્યાએ લગ્ન કરાવવા માંગતા હોવાની જાણ સગીરા ને થયેલ તથા યુવતી ની માતાના પાંચમા લગ્ન થયેલ તેવું જણાવેલ અને હાલના પિતા દારૂ પીઈને સગીરાને મારાપીટ કરતા હતા તેથી સગીરા ઘરથી નીકળી ગયેલ અને સગાઇ કરેલ યુવક ના ઘરે પોંહચેલ સગાઇ કરેલ યુવક લગ્ન કરવા તૈયાર છે પરંતુ સગીરા ના 18 વર્ષ પૂર્ણ ન હોવાથી જણાવેલ કે યુવતી ના 18 વર્ષ પૂર્ણ થતા લગ્નના બંધનમાં બંધાવવા તૈયાર છે અને 181 ની ટીમદ્વારા સગીરા ની સંપૂર્ણ હકીકત જાણ્યા બાદ યુવતી ના માતાપિતા જોડે અસુરક્ષિત લાગી રહી હતી તેથી હાલ યુવતી ને મહિલા વિકાસ ગૃહની સલાહ આપેલ અને સખી વન સ્ટોપ સેન્ટર મા આશ્રય અપાવેલ
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.