26 વર્ષિય પરિણીતાએ ગળાફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું
શહેરનાં ખંડેરી સ્ટેડિયમની પાસે આવેલ હાથી મસાલા કંપનીમાં કામ કરતી અને ત્યાંજ રહેતી 26 વર્ષિય પરિણીતાએ ગળાફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું હતું. બનાવ અંગે મૃતકના પરિવારમાં ગમગીની છવાઈ ગઈ છે.
બનાવની વિગત મુજબ સવાકીબાઈ ભવનલાલ ભીલ (ઉ.વ.26, રહે. હાથી મસાલા કંપની ખંડેરી સ્ટેડિયમની પાસે) નામની પરણિતાએ આજે સવારે આંઠ વાગ્યાં આસપાસ કંપનીના રૂમમાં ચુંદડી વડે ગળાફાંસો ખાઈ લીધો હતો. જેની જાણ તેના પતિને થતા તુરંત તેણીને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં સારવારમાં ફરજ પરના તબીબે મૃત જાહેર કરી હતી.
મૃતક તેનાં પતિ સાથે 10 વર્ષથી હાથી મસાલા કંપનીના કેન્ટીનમાં કામ કરતી હતી. અને મૂળ તેઓ રાજસ્થાનના વતની હતા.તેણી પાંચ બહેનમાં ચોથા નંબરની હતી.
તેમજ તેણીને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. આજે તેણીએ સવારે કંપનીની કેન્ટીનની બાજુમાં આવેલ રૂમમાં ગળાફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું હતું. બનાવની જાણ ગાંધીગ્રામ પોલીસને થતાં તુરંત દોડી ગયો હતો. અને મૃતદેહને પીએમ અર્થે ખસેડી આપઘાતનું કારણ જાણવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.