નેત્રંગ ચાર રસ્તા વિસ્તારમા દબાણો દુર કરવાનો મુદો સંકલન સમિતિની બેઠકમા લેવાતા જ બુલડોઝરો થકી દબાણોનો સફાયો થયો. - At This Time

નેત્રંગ ચાર રસ્તા વિસ્તારમા દબાણો દુર કરવાનો મુદો સંકલન સમિતિની બેઠકમા લેવાતા જ બુલડોઝરો થકી દબાણોનો સફાયો થયો.


નેત્રંગ નગર એક વેપારી મથક ની સાથે સાથે તાલુકાના ૭૮ ગામોનુ મુખ્ય મથક છે. નગરમા આવેલ ચાર રસ્તા વિસ્તારમા બિલાડીના ટોપની જેમ રોડ રસ્તાઓની લગોલગ દબાણોને લઇને રાહદારીઓ તથા વાહનવ્યવહારને નડતરરૂપ હોય.

જેને લઇને તા.૨૧મીના રોજ મળેલ જીલ્લા સંકલન સમિતિની બેઠકમા આ બાબતનો મુદો ઉથાવવામા આવતા નિવાસી અધિક કલેક્ટર ભરૂચ દ્રારા ઝઘડીયાના નાયબ કલેક્ટર ને લેખિતમા હુકમ કરી દબાણો તાત્કાલિક દુર કરવા તાકીદ કરવામા આવતા.

નાયબ કલેક્ટર ઝઘડીયા દ્રારા તા.૨૧મા ના રોજ તાલુકા વિકાસ અધિકારી નેત્રંગ, સરપંચ,તલાટી કમ મંત્રી નેત્રંગ ને લેખિત હુકમ કરી આ બાબતે દીન બે મા અત્રેની કચેરીમા રીપોર્ટ કરવા જણાવતા વહીવટી તંત્ર થકી આજે તા.૫મી ના રોજ પોલીસ વિભાગ ના ડીવાયએસપી નેત્રંગ પોલીસ સ્ટેશનના પી પીઆઇ આર સી વસાવા સહિત ભારે પોલીસ કાફલા સાથે સવારના ૯ વાગ્યા થી નેત્રંગ મામલતદાર રીતેશ બી કોકણી, તાલુકા ઇન્ચાર્જ ટીડીઓ સોહેલ પટેલ માગૅ-મકાન વિભાગ રાજય ધોરીમાર્ગ ના, નેશનલ હાઇવે વિભાગ ના,નેશનલ હાઇવે ઓથોરીટી ઓફ ઇન્ડીયા વિભાગના ઉચ્ચ અધિકારીઓ બુલડોઝર ના કાફલા સાથે નેત્રંગ ચાર રસ્તા ખાતે હાજર થઈ ડિમોશન ની કામગીરી શરૂ કરી હતી, જોકે લોકોએ અગલા દિવસથી સ્વૈછિક રીતે દબાણો દુર કરવામા લાગી ગયા હતા, ડિમોલેશન કામગીરી નિહાળવા માટે લોકટોળ ઉમટી પડ્યા હતા. ડિમોલેશની કામગીરી દરમ્યાન કોઈપણ જાતનો અનિચ્છનીય બનાવા પામ્યો ન હતો


9725041324
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.