" ડભોઇ જૈન સમુદાય દ્વારા પર્યુષણ પર્વ બાદ સાતમના દિવસે નગરમાં ઐતિહાસિક ભવ્ય શોભાયાત્રા" - At This Time

” ડભોઇ જૈન સમુદાય દ્વારા પર્યુષણ પર્વ બાદ સાતમના દિવસે નગરમાં ઐતિહાસિક ભવ્ય શોભાયાત્રા”


રિપોર્ટ:- નિમેષ સોની, ડભોઈ

ડભોઇ - દર્ભાવતી નગરીમાં જૈન સમુદાય દ્વારા વર્ષોથી પર્યુષણ બાદ સાતમના દિવસે ભવ્ય ઐતિહાસિક શોભાયાત્રાનું આયોજન કરવામાં આવે છે. તે મુજબ આજરોજ ડભોઇ - દભૉવતી નગરીમાં ભવ્ય ઐતિહાસિક શોભાયાત્રા કાઢવામાં આવી હતી.જેમાં ડી.જેના તાલ સાથે ડભોઇના માર્ગો ઉપર ચાંદીના રથ - પાલખી અને ગજરાજ ઉપર અંબાડી બાંધી શોભાયાત્રા કાઢવામાં આવી હતી. જેમાં નાના બાળકોએ વિવિધ વેશભુષા ધારણ કરી આ શોભાયાત્રાને શોભાયમાન બનાવી હતી. જે શોભાયાત્રા ડભોઇ જૈન વાગામાંથી નીકળી લાલ બજાર, ટાવર રોડ જેવા મુખ્ય માર્ગો ઉપર ફરી પરત જૈન વાગામાં સમાપન કરવામાં આવી હતી.
આ પ્રસંગે ડભોઇ - દભૉવતિના ધારાસભ્ય શૈલેશભાઈ મહેતા, ભારતીય જનતા પાર્ટી પ્રદેશ કારોબારીના સભ્ય શશીકાંતભાઈ પટેલ, ભારતીય જનતા પાર્ટી વડોદરા જિલ્લાના મહામંત્રી ડો.બી.જે.બ્રહ્મભટ્ટ, ડભોઇ શહેર પ્રમુખ ડો. સંદીપ શાહ તેમજ પક્ષના આગેવાનો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.