બોટાદ જિલ્લાના પોલીસ વડા કિશોર એફ બળોલીયા સાહેબે રાણપુર તાલુકાના અલમપૂર ગામની શુભેચ્છા મુલાકાત કરાઈ
બોટાદ જિલ્લાના પોલીસ વડા કિશોર એફ બળોલીયા સાહેબે રાણપુર તાલુકાના અલમપૂર ગામની શુભેચ્છા મુલાકાત કરાઈ
મુલાકાત દરમિયાન રાણપુર તાલુકા પંચાયત ના પ્રમુખ ઘનશ્યામભાઈ માણસુરિયા. રાણપુર તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ વિનોદભાઈ સોલંકી રાણપુર તાલુકા પંચાયત સહિત ઉપસ્થિત રહ્યા હતા
બોટાદ જિલ્લાના ના પોલીસ વડા એસ.પી. સાહેબ દ્વારા રાણપુર તાલુકાના અલમપૂર ગામની શુભેચ્છા મુલાકાત લીધી હતી અને ગામ લોકો સાથે પ્રશ્નો પુસી ચર્ચા કરી હતી અને વધુ માં એસ.પી સાહેબ જણાવ્યું હતુ કે મારી તમારા ગામ મુલાકાત કરવાનું મુખ્ય કારણ એ કે અલમપુર ગામ માં બધા લોકો હળીમળીને રહે અને ગામ માં શાંતિ અને સુમેળ ભર્યું વાતાવરણ બની રહે તેવી ગામ લોકો ને ટકોર કરી હતી આ મુલાકાત દરમિયાન રાણપુર તાલુકા પંચાયત ના પ્રમુખ ઘનશ્યામભાઈ માણસુરિયા.રાણપુર તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ વિનોદભાઈ સોલંકી રાણપુર તાલુકા પંચાયત ના ન્યાય સમિતિ ચેરમેન હીરાભાઈ ખાનીયા.તેમજ અલમપુર સરપંચ સંજયભાઈ સેખ તેમજ ગ્રામ પંચાયતના સભ્યો તેમજ ગામ ના દરેક સમાજ ના લોકો હાજર રહ્યા હતા અને ગામમાં કોઈ મોટા જગડા કે અનિચ્છનીય બનાવ નહિ બને તેવી બાહેધરી આપી હતી.
રિપોર્ટ અસરફ જાંગડ બોટાદ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.