રકતદાન મહાદાનના સુત્રને ચરિતાર્થ કરતાં વીંછિયા વાસીઓ: 151 બોટલ રક્ત એકત્ર કરાયું
હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
વિછીયામાં સ્વ. જયંતીલાલ લક્ષ્મીચંદ બગડીયા ના પુણ્યતિથિ નિમિત્તે તેમજ માલતીબેન જયંતીલાલ બગડીયા તથા નેહાબેન રૂપેશકુમાર બગડીયા ના જન્મદિવસ નિમિત્તે વિંછીયા દેરાવાસી જૈન સમાજની વાડી ખાતે મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં વિછીયા અને આજુબાજુના વિસ્તારના તમામ રક્તદાતાઓએ ખોબલે અને ખોબલે રકત નું દાન કરી કુલ 151 જેટલી રક્તની બોટલો દાનમાં આપી હતી. કાર્યક્રમની શરૂઆત પરમ પૂજ્ય મહંત શ્રી કનૈયાગીરી બાપુ દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવેલ હતું ત્યારબાદ સમગ્ર ડોનેશન કેમ્પને ખુલ્લો મુકવામાં આવેલો હતો. જેમાં ગામના અગ્રણીઓ તથા વિછીયા સિવિલ કોર્ટના ન્યાયાધીશ સાહેબ શ્રી કે એન જોશી સાહેબ વિછીયા મામલતદાર સાહેબ શ્રી આર કે પંચાલ સાહેબ વિછીયા ગામના વેપારી આગેવાનો અનિલભાઈ બરછા, બીપીનભાઈ જસાણી, વિનોદભાઈ વાલાણી, પોપટભાઈ ગીગાણી, કિશોરસિંહ ગોહિલ, સલીમભાઈ રૂપાણી, ડો. હિતેશભાઈ ગોહિલ તેમજ વિછીયા તાલુકા આરોગ્ય સમગ્ર સ્ટાફ તેમજ ગ્રામજનોએ ખૂબ જ સારી મહેનત કરીને સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવામાં ખૂબ જ મદદ કરી હતી. વિછીયા ખાતે રક્તદાન ની પ્રવૃત્તિ નો પાયો લોકડાઉન સમયમાં નાખવામાં આવ્યો હતો. આજરોજ વિછીયા ખાતે 14 મો રક્તદાન કેમ્પ કરવામાં આવેલ હતો. આજ દિન સુધી વિંછીયા ગામમાં કુલ ૧૪ રક્તદાન કેમ્પ માં 2100 જેટલી રક્તની બોટલો દાનમાં આવેલ છે તો આ તકે દરેક રક્તદાતાઓનો પણ ખૂબ ખૂબ આભાર માનવામાં આવે છે અને ભવિષ્યમાં પણ આવી પ્રવૃત્તિમાં સાથ સહકાર આપો તેવી અપેક્ષા આયોજકો દ્વારા કરવામાં આવેલ છે. વિછીયા ગામના આગેવાનો અને સમગ્ર રક્તદાતાઓનો આયોજકો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર માને છે. કાર્યક્રમને સફળ બનાવવા માટે શુભાંગભાઈ બરછા ધાર્મિક ભાઈ રાઠોડ પરેશભાઈ કટેશીયા વિક્રમસિંહ ગોહિલ વગેરે ખૂબ જ સારી મહેનત કરી હતી અને આ કાર્યક્રમને ખૂબ સારી એવી સફળતા અપાવી હતી. તમામ રક્તદાતાઓને રૂપેશભાઈ બગડીયા તરફથી અને રેડક્રોસ બ્લડ બેન્ક તરફથી પ્રોત્સાહન રૂપે એક-એક ભેટ આપવામાં આવી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.