શહેરા તાલુકાના મંગલિયાણા ગામના ગુમ થયેલા કોલેજીયન યુવાનની બાઈક નર્મદા કેનાલ પાસે મળી આવતા અનેક તર્કવિતર્ક
ગોધરા,
પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકાના મંગલિયાણા ગામના આશાસ્પદ યુવાન ઘરેથી નવરાત્રી જોવા જાઉ છુ તેમ કહીને ઘરેથી બાઈક લઈને બુધવારે સાંજે નીકળીને ઘરે પરત નહી ફરતા પરિવારજનો દ્વારા શોધખોળ હાથ ધરવામા આવી હતી. યુવાન જે બાઈક લઈને ગયો હતો તે બાઈક ગોધરા તાલુકાના કાબરીયા પાસે પસાર થતા નર્મદા કેનાલના ગેટ પાસે મળી આવતા અનેક તર્કવિતર્કો થઈ રહ્યા છે. પરિવારજનો દ્વારા કાંકણપુર પોલીસમથકે જાણ કરવામા આવતાસ્થાનિક તરવૈયાઓની મદદથી પોલીસી શોધખોળ કરવામા આવી રહી છે. પણ મોડી સાંજ સુધી કોઈ પત્તો મળ્યો નથી. યુવાને કેનાલમા ઝંપલાવ્યુ છે કે પછી બાઈક મુકીને ક્યાક જતો રહ્યો છે તેને લઈને પરિવારજનો પણ દ્વિધામા મુકાઈ ગયા છે.
પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકા મંગલિયાણા ગામે પગી ફળિયામા રહેતા પિયુષકુમાર પગી શહેરા ખાતે સરકારી વિનયન કોલેજમા ટીવાયબીએમા અભ્યાસ કરે છે. બુધવારના રોજ સાંથે નવરાત્રીનો પ્રથમ દિવસ હોવાથી તે ઘરેથી નવરાત્રી જોવા જઉ છુ તેમ કહીને તેમના કાકાની બાઈક લઈ નીકળ્યો હતો. પણ મોડી રાત સુધી પરત ન ફરતા પરિવારજનો ચિંતામા મુકાઈ ગયા હતા. પરિવારજનો દ્વારા સગાસબંધીઓના ઘરે શોધખોળ હાથ ધરવામા આવી હતી પણ તે મળી આવ્યો ન હતો.બીજે દિવસે સવારે શોધખોળ હાથ ધરતા પિયુષ જે બાઈક લઈને ગયો હતો. તે બાઈક ગોધરા તાલુકાના કાબરિયા પાસે આવેલા નર્મદા ગેટ પાસે મળી આવી હતી. પરિવારને જણા થતા અન્ય લોકો પણ દોડી આવ્યા હતા. આ મામલે કાકણપુર પોલીસને જાણ કરવામા આવી હતી. સ્થાનિક તરવૈયા દ્વારા પણ શોધખોળ શરુ કરવામા આવી હતી.પિયુષે નર્મદા કેનાલના ગેટ પાસે કેમ બાઈક મુકી જતા તેના લઈને પરિવારજનો પણ ચિંતાની સાથે દ્વિધામા મુકાઈ ગયા છે. ગુમ થનાર યુવાન પિતાનો એકનો એક પુત્ર છે.
રીપોર્ટ, વિનોદ પગી પંચમહાલ
8140210077
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.