બેડીનાકા, પોપટપરા, ભીસ્તીવાડ, ગાયકવાડી, માધાપર સહિતના વિસ્તારોમાં વીજ દરોડા - At This Time

બેડીનાકા, પોપટપરા, ભીસ્તીવાડ, ગાયકવાડી, માધાપર સહિતના વિસ્તારોમાં વીજ દરોડા


રાજકોટના ડઝનબંધ વિસ્તારોમાં આજ સવારથી વિજતંત્ર દ્વારા ચેકીંગ ડ્રાઇવ હાથ ધરવામાં આવી છે અને તેમાં લાખો રૂપિયાની વિજચોરીનો પર્દાફાશ થયો છે.
વિજતંત્રના સૂત્રોએ કહ્યું કે માધાપર તથા બેડીનાકા સબ ડીવીઝન હેઠળના પોપટપરા, રઘુનંદન સોસાયટી, સંતોષીનગર, નારાયણનગર, ભીસ્તીવાડ, પરસાણાનગર, સ્લમ કવાર્ટર, ગાયકવાડી, કીટીપરા, હંસરાજનગર સહિતના વિસ્તારોમાં 29 ચેકીંગ સ્કવોડ ત્રાટકી હતી. કેટલાંક સ્થળોએ મીટરમાં ગેરરીતિ, લોડ વધારો, ડાયરેકટ વિજ જોડાણ સહિતની ગેરરીતિ પકડાઇ હતી અને લાખો રૂપિયાના વિજબીલ ફટકારવામાં આવ્યા હતાં.
વિજતંત્રનું વખતોવખત ચેકીંગ છતાં ટી એન્ડ ડી લોસ ઉંચો જ રહેતો હોવાથી ચાલુ સપ્તાહમાં હજાુ વધુ ચેકીંગ ઓપરેશન હાથ ધરાવાના સંકેત છે.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.