1. 50 લાખ વૃક્ષારોપણના લક્ષ્યાંક સામે માત્ર 40 હજાર વૃક્ષો રોપાયાં
ગાંધીનગર શહેરને ફરી હરીયાળું બનાવવા માટે ચાલું વર્ષે ચોમાસા દરમિયાન 1. 50 લાખથી વધુ વૃક્ષો વાવવાનું આયોજન મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવ્યું હતું પરંતુ અત્યારસુધી થયેલી કામગીરી જોતા આ લક્ષ્યાંક પૂરો કરવો મુશ્કેલ છે અથવા તો માત્ર સંખ્યા દેખાડવા પૂરતી કામગીરી થશે તેવું છે. ચોમાસાની શરૂઆતમાં જ સારો વરસાદ પડ્યો હોવા છતાં અત્યારસુધીમાં માત્ર 27 ટકા એટલે કે 40 હજાર વૃક્ષો જ રોપવામાં આવ્યા છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.