ભચાઉ તાલુકા કક્ષાએ માસિક સ્વચ્છતા દિવસ ની ઉજવણી કરવામાં આવી.
ભચાઉ તાલુકામાં તાલુકા હેલ્થ ઓફિસર ડો. નારાયણ સિંહ તેમજ સી.એચ.સી ભચાઉ અધિક્ષક ડોક્ટર કે કુમાર સર ના માર્ગદર્શન હેઠળ તા- 28/05/2024 ના ભચાઉ તાલુકા કક્ષાએ માસિક સ્વચ્છતા દિવસ ની ઉજવણી કરવામાં આવી.
જેમાં કિશોરીઓ અને મહિલાઓને તાલુકા ની ટીમ દ્વારા માસિસ્ત્રાવ એટલે શુ?, સામાન્ય માસિક સ્ત્રાવ, માસિક સ્ત્રાવ દરમ્યાન સ્વચ્છતા, માસિક સ્ત્રાવ ની સમસ્યાઓ, જેવી કે...માસિક પહેલા ના લક્ષણો, માસિક ની અનિયમિતતા, માસિક સમયનો દૂખાવો, આ સમય દરમ્યાન લેવાની કાળજી અને ઉપાયો અંગે ચર્ચા કરવામાં આવી. તેમજ માસિક સ્ત્રાવ ના કચરા નો નિકાલ,માસિક અંગેની માન્યતાઓ અને હકીકતો તેમજ પોષણ સંબંધી જરૂરિયાતો જેવી કે સમતોલ આહાર, IFA ની ગોળી, લોહતત્વ થી ભરપૂર આહાર, વધુ પાણી પીવું અને આરોગ્ય પ્રદ આદતો જેવી કે સ્નાન કરવું, કસરત કરવી અને પૂરતો આરામ કરવો વગેરે મુદ્દા ઓ પર ચર્ચા કરવામાં આવી.
આ કાર્યક્રમ અંતર્ગત જાહેર સ્થળ પર આઈ.સી. સ્ટોલ, રંગોલી સ્પર્ધા, રેડ ડોટ અને રેલીનું આયોજન કરવામાં આવ્યું હતુ
કિશોરીઓને સેનેટરી પેડનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર નારાયણ સિંહ , સીએચસીના અધિક્ષક ડોક્ટર કે કુમાર, તાલુકા ફીમેલ સુપરવાઇઝર જયશ્રીબેન કરમટા, આરબીએસકે ડોક્ટર ટીમ, એસ ટી એલ એસ , સીએચસી સ્ટાફ, એડોલેશન હેલ્થ કાઉન્સેલર દિશા સુથાર, કિરેનકુમાર પાતર, મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર, ફીમેલ હેલ્થ વર્કર અને આશા બહેનો તેમજ પીયર એજ્યુકેટર હાજર રહ્યા હતા.
9427392494
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.