સાબરકાઠા અને અરવલ્લી જિલ્લામા ગરમીથી જનસેવા કેન્દ્રો સરકારી કચેરીઓ સહિતની સુવિધા સવારથી શરૂ કરવાની માંગ કરવામા આવી
(રિપોર્ટર સદ્દામ મનસુરી દ્વારા)
સાબરકાંઠા- અરવલ્લી જિલ્લામાં પ્રચંડ ગરમીનું મોજુ હાવિ થયું છે ત્યારે જિલ્લાની હિંમતનગર સહીત ૧૪ જેટલી મામલતદાર કચેરીમાં આવેલા જનસેવા કેન્દ્રો અન્ય સરકારી કચેરીઓ ની સુવિધા સવારથી શરુ કરવા કેટલાક અરજદારોએ માંગણીઓ કરી છે અનેક જનસેવા કેન્દ્રોમાં પંખા, પીવાના પાણીના અભાવે અરજદારોની મુશ્કેલી વધી છે. રાજ્યમાં વધતા ગરમીના પ્રકોપથી શાળાઓમાં સવારે ૮-૦૦ થી ૧૧ વાગે દરમિયાન વિદ્યાર્થીઓને માર્કશીટ, ટ્રાયલ સર્ટીફીકેટ, લીવિંગ સર્ટીફીકેટ, કેરેક્ટર સર્ટીફીકેટ વગેરે સેવાઓ આપવા માટે શિક્ષણ વિભાગે તાકીદનો પરીપત્ર કર્યો છે ત્યારે ઉચ્ચ કોલેજમાં અભ્યાસ ઈચ્છતા વિદ્યાર્થીઓ માટે પણ જનસેવા કેન્દ્રોમાંથી અનેક પ્રકારના ઉતારાની જરુરીયાત ઉભી થઈ છે. ત્યારે સવારથી હિંમતનગર, ઈડર, તલોદ, પ્રાંતિજ, વડાલી, ખેડબ્રહ્મા, પોશીના, ભિલોડા, મોડાસા, પણ ધનસુરા, બાયડ, માલપુર અને મેઘરજ ખાતેના જનસેવા કેન્દ્રોમાં અરજદારોની ભીડ એકત્ર થાય છે.ઘણીવાર તો કનેક્ટીવિટી ખોરવાઈજતી હોય છે જેથી ભૂખ્યા-તરસ્યા અરજદારો દાખલા માટે રાહ જોતા હોય છે. અને જનસેવા કેન્દ્રોમાં લાંબી કતારો લાગે છે પરંતુ બેસવા માટે વ્યવસ્થા હોતી નથી અમુક જનસેવા કેન્દ્ર મા પાણીની વ્યવસ્થા પણ નથી જેથી હિટવેવના કારણે જનસેવા તેમજ સરકારી કચેરીઓમા સવારે ૯-૦૦ વાગ્યાથી કામગીરી શરુ કરવામાં આવે તેમ વાલીઓ પણ ઈચ્છી રહ્યા છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.