ધંધુકા મામલતદાર કચેરીના તત્કાલીન ક્લાર્ક વિરુદ્ધ એસીબીમાં ગુનો નોંધાયો. - At This Time

ધંધુકા મામલતદાર કચેરીના તત્કાલીન ક્લાર્ક વિરુદ્ધ એસીબીમાં ગુનો નોંધાયો.


ધંધુકા મામલતદાર કચેરીના તત્કાલીન ક્લાર્ક વિરુદ્ધ એસીબીમાં ગુનો નોંધાયો.

અમદાવાદ જિલ્લાના ધંધુકામાં મામલતદાર કચેરીમાં તત્કાલીન ક્લાર્ક તરીકે ફરજ બજાવતા મનોજ રમણલાલ શાહ વિરુદ્ધ એસીબીમાં ગુનો નોંધાયો. આ કેસની વિગત મુજબ અરજદારના બે સગા ભાઈઓ વિરુદ્ધ ધંધુકા પોલીસમાં તેમના જ કુટુંબીજનો દ્વારા અરજીમાં ધંધુકા પોલીસ સ્ટેશન દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. બાદમાં એકઝીક્યૂટીવ મેજિસ્ટ્રેટ ધંધુકા સમક્ષ રજુ કરવામાં આવ્યા હતા. તે સમયે ક્લાર્ક તરીકે ફરજ બજાવતા મનોજ શાહએ અંગત આર્થિક લાભ માટે અરજદારના સગા પાસેથી જામીન પેટે રોકડા રૂપિયા 10,000 લીધા હતા.

ઉપરાંત આ રોકડ રકમ બાબતે શખ્સએ પોતાની સહી કરીને ખોટો દસ્તાવેજ બનાવીને અરજદારના ભાઈને આપ્યો હતો. આ રોકડ રકમ શખ્સએ ધંધુકા મામલતદાર કચેરીના એકપણ રજીસ્ટર, રેકર્ડ, કેશબુકમાં નોંધ કે ખાતાવહી કરી ન હતી તેમજ આ રકમ સરકારી તિજોરીમાં જમા ન કરાવીને પોતાની પાસે રાખી સત્તાનો દુરુપયોગ કરીને જણાઈ આવતા ભ્રષ્ટાચાર કર્યો હોવાનું લાગતા એસીબીએ શખ્સ વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.

રિપોર્ટર : સી કે બારડ
મો : 7600780700


+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.