ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અંબાજી મંદિરમાં પરીવાર સાથે દર્શન કર્યા, 2024 ચૂંટણી ઉપર નિવેદન આપ્યું, સૌરાષ્ટ્રની શાળાના બાળકો સાથે ચર્ચા કરી મંદિરમાં
શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. અંબાજી દેશના 51 શક્તિપીઠમા આદ્ય શક્તિપીઠ તરીકે ઓળખાય છે.અંબાજી મંદિર ઊપર 358 નાના મોટા સુવર્ણ કળશ લાગેલા છે. અંબાજી મંદિરમાં વીઆઈપી ભક્તો રાજકારણી લોકો માતાજીના દર્શન કરવા આવતા હોય છે,ત્યારે અંબાજી મંદિરમાં આજે ગુરુવારે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી માં અંબાના દર્શન કરવા આવ્યા હતા તેમને વહેલી સવારે મંગળા આરતીમાં ભાગ લીધો હતો,ત્યારબાદ હવનશાળામાં ધજા નું પૂજન કર્યાં બાદ મંદિરના શિખર ઉપર ધજા અર્પણ કરી હતી અને ત્યારબાદ માતાજીની ગાદી પર જઈને ભટ્ટજી મહારાજના આશીર્વાદ લીધા હતા અને રક્ષા કવચ બંધાવ્યું હતું.
આજે સહ પરીવાર વિજય રૂપાણી પોતાનાં પરીવાર સાથે અંબાજી મંદિરમાં દર્શન કરવા આવ્યા હતા. બુધવારે રાત્રે તેઓ અંબાજી સર્કિટ હાઉસ ખાતે આવી પહોંચ્યા હતા અને ગુરુવારે સવારે અંબાજી મંદિરમાં દર્શન કરવા આવ્યા હતા. ટેમ્પલ ટ્રસ્ટ તરફથી તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતુ. અંબાજી મંદિરમાં મંગળા આરતીમાં ભાગ લઈને તેમને હવનશાળામાં ધજા નું પૂજન કર્યું હતુ, ત્યારબાદ મંદિરના શિખર ઉપર ધજા અર્પણ કરી હતી અને માતાજીની ગાદીમાં મીડિયા સાથે વાતચીત કરી હતી. વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે 3 રાજ્યોમાં ભાજપ નો વિજય થયો છે. મીડિયા દ્રારા પુછાયેલા પ્રશ્નના જવાબમાં તેમણે જણાવ્યું હતું કે 2024 ચુંટણીમા ગુજરાતની રાજનીતિ કે કેંદ્ર ની રાજનીતિ મા જશો તે ઊપર બોલ્યા કે મને પંજાબ ચંદીગઢની જવાબદારી આપી છે.ગુજરાતના સૌરાષ્ટ્ર ની પણ જવાબદારી આપી છે તે નીભાવીશ.
:- મંદિરના ચાચર ચોકમાં સૌરાષ્ટ્રની શાળાના બાળકો સાથે ચર્ચા કરી :-
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી મા અંબાના મંદિરમાં દર્શન કર્યા બાદ મંદિરના ચાચર ચોકમાં સૌરાષ્ટ્રની શાળાના બાળકો સાથે ચર્ચા કરી હતી અને આચાર્ય સાથે પણ ચર્ચા કરી હતી. વિજયભાઈ રૂપાણી મા અંબાના અનન્ય ભક્ત છે અને મુખ્યમંત્રી હતા ત્યારે અવારનવાર માતાજીના દર્શન કરવા આવતા હતા.
અહેવાલ નીલેશ શ્રીમાળી બનાસકાંઠા
9974645761
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.