રાજકોટમાં પોલીસના ત્રાસથી યુવકે એકાએક ફિનાઇલ પી લેતાં પોલીસ હાંફળીફાંફળી થઈ, તરત હોસ્પિટલ લઈ ગયા
રાજકોટમાં પોલીસ કમિશનર કચેરી ખાતે એક યુવકે ફિનાઈલ ગટગટાવીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જોકે એ સમયે સ્થળ પર હાજર પોલીસકર્મીઓએ તરત તેને અટકાવ્યો હતો અને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો.
આ અંગેની પ્રાથમિક વિગતો અનુસાર, પીયૂષ રાઠોડ નામના યુવકે પોલીસ કમિશનર કચેરી ખાતે આપઘાતનો પ્રયાસ કર્યો હતો. એ દરમિયાન તેણે મીડિયાને જણાવ્યું હતું કે તેણે પ્રેમલગ્ન કર્યા છે અને તેની પત્ની પ્રેગ્નન્ટ છે. હાલ તાલુકા પોલીસ દ્વારા પતિ-પત્નીને વારંવાર બોલાવી ત્રાસ આપતી હોવાનો આક્ષેપ પણ યુવાને કર્યો હતો અને પોલીસે અનેકવાર માર પણ માર્યો હોવાનું પણ મીડિયાને જણાવ્યું હતું. આ મામલે ઉચ્ચ અધિકારીઓ દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.