સોમનાથ-જબલપુર એક્સપ્રેસ ટ્રેન બદલાયેલા રૂટ પર દોડશે
જબલપુર ડિવિઝનમાં બ્લોકને કારણે સોમનાથ-જબલપુર એક્સપ્રેસ ટ્રેન બદલાયેલા રૂટ પર દોડશે
વેસ્ટ સેન્ટ્રલ રેલવે જબલપુર ડિવિઝનના માલખેડી અને મહાદેવખેડી સ્ટેશન વચ્ચે એન્જિનિયરિંગના કામ માટે લેવાયેલા બ્લોકને કારણે પશ્ચિમ રેલવે ભાવનગર ડિવિઝનના વેરાવળ સ્ટેશનથી ચાલવા વાળી સોમનાથ-જબલપુર એક્સપ્રેસ ટ્રેન (11465) અને જબલપુરથી ચાલતી જબલપુર-સોમનાથ એક્સપ્રેસ ટ્રેન (11466) ડાયવર્ટ કરેલા રૂટ પર ચાલશે.
ભાવનગર ડિવિઝનના સીનિયર ડીસીએમ શ્રી માશૂક અહમદના જણાવ્યા મુજબ, વેરાવળ સ્ટેશનથી 15.06.2024, 17.06.2024, 22.06.2024, 24.06.2024, 29.06.2024, 01.07.2024, 06.07.2024 અને 08.07.2024 ના રોજ ચાલવા વાળી સોમનાથ-જબલપુર એક્સપ્રેસ ટ્રેન (11465) તેના નિર્ધારિત રૂટ ભોપાલ-બીના જં.-કટની મુરવારા-જબલપુર ને બદલે ડાયવર્ટેડ રૂટ ભોપાલ-ઈટારસી જંક્શન-જબલપુર થઈને ચાલશે.
એ જ રીતે જબલપુરથી 24.06.2024, 28.06.2024, 01.07.2024, 05.07.2024 અને 08.07.2024ના રોજ ચાલવા વાળી જબલપુર-સોમનાથ એક્સપ્રેસ ટ્રેન (11466) તેના નિર્ધારિત રૂટ જબલપુર-કટની મુરવારા-બીના જં.-ભોપાલ ને બદલે ડાયવર્ટેડ રૂટ જબલપુર-ઈટારસી જંક્શન-ભોપાલ થઈને ચાલશે.
રેલવે પ્રશાસન મુસાફરોને થવા વાળી અસુવિધા બદલ ખેદ વ્યક્ત કરે છે. રેલ્વે મુસાફરો આ ટ્રેનના ઓપરેટિંગ સમય અને સ્ટોપેજને લગતા નવીનતમ અપડેટ્સ માટે વેબસાઇટ www.enquiry.indianrail.gov.in ના અવલોકન કરી શકે છે.તેવી યાદી માશૂક અહમદ
વરિષ્ઠ મંડલ વાણિજ્ય પ્રબંધક
પશ્ચિમ રેલવે‚ ભાવનગર મંડલ દ્વારા જણાવેલ છે
રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો. 98255 18418
મો. 75758 63292
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.