રેલવેની એમ્બ્યુલન્સમાં ઓક્સિજન બોટલ વાલ્વ ફાટતા ડ્રાઈવર ગાયબ, દર્દીને રીક્ષામાં ખસેડાયો - At This Time

રેલવેની એમ્બ્યુલન્સમાં ઓક્સિજન બોટલ વાલ્વ ફાટતા ડ્રાઈવર ગાયબ, દર્દીને રીક્ષામાં ખસેડાયો


રાજકોટમાં આજે બહુમાળી ચોક નજીક ચોંકાવનારી ઘટના બની છે. 108માં દર્દીને લઈ જવા સમયે ઓક્સિજનનો બાટલો ફાટ્યો હતો. જોકે બનાવમાં દર્દી અને તેના પરિવારજનોનો આબાદ બચાવ થયો છે.
બનાવની પ્રાપ્ત થતી માહિતી અનુસાર, આજે બપોરના સમયે 108 બહુમાળી ચોક નજીક પહોંચી હતી અને એ જ સમયે 108માં જ ઑક્સિજનનો બાટલો ફાટ્યો હતો. જેને લઇને એમ્બ્યુલન્સમાંથી દર્દીને રીક્ષામાં ખસેડવાની ફરજ પડી હતી. ઓક્સિજન બોટલ વાલ કીટમાં બ્લાસ્ટ થતા રસ્તા વચ્ચે એમ્બ્યુલન્સ રોકી દર્દીને ખસેડાયા હતા. રેલવે હોસ્પિટલની એમ્બ્યુલન્સમાં ઘટના બનતા ડ્રાઈવર એમ્બ્યુલન્સ મૂકી નાસી છૂટ્યો હતો. એમ્બ્યુલન્સમાં વાલકીટ વિખેરાઈ જતા સગાઓ દ્વારા દર્દીને રીક્ષામાં લઇ જવાયો હતો. દર્દીઓ રામ ભરોસે હોવાની ચર્ચાઓ લોકોમાં વહેતી થઈ છે.
9879405838


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.