રાજકોટ મનપામાં જુનિયર ક્લાર્કની 128 સહિત 219 જગ્યાની ભરતી
10 જાન્યુઆરી સુધી ઓનલાઈન અરજી કરી શકાશે
RMCની વેબસાઇટ પર ભરતીના નિયમો, લાયકાતની વિગતો મુકાઇ
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ખાલી પડેલી 219 જગ્યાને ભરવા ભરતી બહાર પાડવામાં આવી છે. ઇચ્છુક અને યોગ્ય ઉમેદવારે ઓનલાઇન અરજી કરવાની રહેશે. જે પણ ઉમેદવારો આ ભરતી માટે એપ્લાય કરવા માગતા હોય, તો તેઓ 10 જાન્યુઆરી 2024ને બુધવાર સુધીમાં ઓનલાઇન અરજી કરી શકે છે. રાજકોટ મનપામાં ખાલી પડેલી વિવિધ 219 જગ્યાઓ પર ભરતી જાહેર કરી છે. મહાનગરપાલિકામાં જુદી જુદી કેટેગરીની ભરતી કરવામાં આવી રહી છે જેમાં સૌથી વધુ જુનિયર ક્લાર્કની 128 જગ્યા પર ભરતી પ્રક્રિયા કરવામાં આવશે. ઉમેદવારો ભરતીની જગ્યા, કેટેગરી, પગાર ધોરણ, લાયકાતના નિયમી સહિતની તમામ બાબતોની જાણકારી માટે રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઈટનો સંપર્ક કરી શકે છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.