સાબરકાંઠા;.. હિંમતનગર ખાતે દિવ્યાંગ સાધન સહાય માટે એસેસમેન્ટ કેમ્પ યોજાયો;. - At This Time

સાબરકાંઠા;.. હિંમતનગર ખાતે દિવ્યાંગ સાધન સહાય માટે એસેસમેન્ટ કેમ્પ યોજાયો;.


હિંમતનગર ખાતે દિવ્યાંગ સાધન સહાય માટે એસેસમેન્ટ કેમ્પ યોજાયો
****************
એસેસમેન્ટ કેમ્પમાં હિંમતનગર તાલુકાના ૩૧૫ જેટલા અરજદારો હાજર રહ્યા
*********************

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરની બહેરા મુંગા શાળા મોતીપુરા ખાતે એલીમ્કો અને જિલ્લા વહીવટી તંત્ર સાબરકાંઠાના સંયુકત ઉપક્રમે દિવ્યાંગ સાધન સહાય માટેના એસેસમેન્ટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતુ. સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ ભારત સરકાર તથા ગુજરાત રાજ્યની ભારતીય કૃત્રિમ અંગ નિર્માણ નિગમ કાનપુર તથા એલીમ્કો તથા જિલ્લા વહીવટીતંત્ર સાબરકાંઠાના ઉપક્રમે આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતુ. દિવ્યાંગજનોની શારીરિક દિવ્યાંગતામાં મદદરૂપ થઈ શકે તે અર્થે ટ્રાઇસીકલ, વ્હિલચેર,કાખઘોડી, કાનનુ મશીન,બ્લાઇન્ડ ફોલ્ડિંગ સ્ટીક, એમ.એસ.આઇ.ડી.કીટ, કૃત્રિમ અંગો, કેલીપર્સ,ઇલેક્ટ્રીક મોટર સાઇકલ,મોબાઇલ ફોન વગેરે કીટો અંગે મૂલ્યાંકન શિબિર યોજાઈ હતી.. હિંમતનગર ખાતે યોજાયેલા એસેસમેન્ટ કેમ્પમાં હિંમતનગર તાલુકાના ૩૧૫ જેટલા દિવ્યાંગ અરજદારો મુલ્યાંકન શીબીર (એસેસમેન્ટ કેમ્પ)માં હાજર રહ્યા હતા... પત્રકાર. અલ્પેશ પટેલ. વડાલી


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.