બાલાસિનોર તાલુકાની જેઠોલી પ્રા. શાળા સ્વછતાના નામે મીંડું
મહિસાગર જીલ્લાના બાલાસિનોર તાલુકામાં આવેલી જેઠોલી પ્રાથમિક શાળામાં ઠેર ઠેર ગંદકીના ઢગ ખડકાયેલા જોવા મળ્યા,ગંદકી વચ્ચે શાળાના બાળકો રહેવા મજબુર બન્યા છે, ત્યારે, સરકાર દ્વારા સ્વચ્છ ભારત મિશન કાર્યક્રમ અંતર્ગત સ્વચ્છતાની મસમોટી વાહયાત વાર્તાઓ કરવામો આવે છે, તેવું પ્રાથમિક દ્રષ્ટિએ જણાય છે, શિક્ષણ જગતમો કેટલું શોભાસ્પદ ??? તંત્ર નિષ્ક્રીયતા અને નિષ્કાળજીના કારણે ગંદકીની દુર્ગધથી બાળકોનું આરોગ્ય જોખમાય તો નવાઈ નહિ, શાળાના નાના ભૂલકાઓ ગંદકીથી ત્રાહિમામ પોકારી ઉઠયા છે,અને રોગચાળાની ભીતિ સેવાઈ રહી છે. આ શાળામાં માખી-મચ્છરનો ઉપદ્રવ પણ વધ્યો હોવાનું સ્થાનિકોએ રોષ ઠાલવતા જણાવ્યુ શાળા સંચાલક દ્રારા કોઈ પણ પ્રકારની કડક નક્કર કાર્યવાહી કરવામાં આવેલ નથી,સ્વચ્છતા બાબતે ગામ ના પત્રકાર શાળાની મુલાકાતે જતા શાળાના આચાર્ય શ્રીમતિ મિત્તલબેનને ગંદકીને નજર અંદાજ કર્યા સિવાય ઉશકેરાઈ ગયેલા,અને વાહયાત જવાબ આપેલ કે શાળાના પરિસરમોં આવવાની પરમિશન કોણે આપી,તો સ્વતંત્ર ભારતના નાગરિક તરીકે સવાલ ના પૂછી શકાય ??? સ્વછતા પાછળ સરકાર લાખો રૂપિયાનો ખર્ચનો ધુમાડો કરતી શાળાઓને તાકીદે પગલાં ભરવામો આવે અને સરકારી ગ્રાન્ટ એળે ના જાય તકેદારીના ભાગરૂપે જેઠોલી પ્રાથમિક શાળામોં સ્વચ્છતા અભિયાનની વાસ્તવિકતાને સત્વરે ધ્યાને લઈ,શૌચાલયમા ઠેર ઠેર ગંદકીના થર જામ્યા છે, ગંદકી અને ઠગલાથી બાળકોને ભણવું પણ મુશ્કેલ બની રહ્યું છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.