પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માંડવા ખાતે વિશ્વ વસ્તી દિવસની ઉજવણી કરવામાં આવી - At This Time

પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માંડવા ખાતે વિશ્વ વસ્તી દિવસની ઉજવણી કરવામાં આવી


(પ્રતિનિધી વનરાજસિંહ ધાધલ )
ગઢડા તાલુકાના પ્રા.આ.કેન્દ્ર માંડવાના માંડવા ગામે વિશ્વ વસ્તી દિવસની ઉજવણી કરવામાં આવેલ. વિશ્વ વસ્તી દીવસ-૨૦૨૪ની થીમ "વિકસિત ભારતની પહેચાન, કુટુંબ નિયોજન દરેક દંપતીની શાન" અંતર્ગત માંડવા ગામમાં લઘુશિબિરનું આયોજન કરેલ. જેમાં આરોગ્ય કર્મચારી ઉર્મિલાબેન પંડ્યા અને મુકેશભાઈ મારૂએ કુટુંબ નિયોજનની કાયમી અને બિનકાયમી પદ્ધતિ વિશે વિસ્તૃત માર્ગદર્શન આપેલ. ગામના લોકોને યોગ્ય સગર્ભાવસ્થા અંતરના ફાયદાઓ, વાહકજન્ય રોગો અને તેનાથી બચવાના ઉપાયો, ઝાડા નિયંત્રણ પખવાડિયું, હેન્ડવોશ કરવાની રીત, ઓ.આર.એસ બનાવવાની રીત વિશે ગ્રામજનોની વિસ્તૃત માહિતી આપેલ. આ કાર્યક્રમને સફળ બનાવવાના ગામના આશાબહેનોએ ભારે જહેમત ઉઠાવી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.