ચૂંટણીમાં ફરજની મુક્તિ માટે કર્મચારીના બહાના, દિવ્યાંગો 24 કલાક કરે છે કામ - At This Time

ચૂંટણીમાં ફરજની મુક્તિ માટે કર્મચારીના બહાના, દિવ્યાંગો 24 કલાક કરે છે કામ


મીડિયા સર્ટિફિકેશન એન્ડ મોનિટરિંગ કમિટીમાં રાત-દિવસ થાય છે કામ

ચૂંટણી જાહેર થાય એટલે સરકારી કર્મચારીઓમાં સોપો પડી જતો હોય છે કારણ કે ચૂંટણીની ફરજમાં તેમને સીધા આદેશ આવતા જે સ્થળ અને જે સમય કહે ત્યાં પહોંચવાનું હોય છે. ઘણા એવા પણ કર્મચારીઓ છે જેઓ બધી જ યુક્તિ પ્રયુક્તિ ઓર્ડર ન આવે અને ઓર્ડર આવે તો કેન્સલ કરવામાં વાપરી નાખે છે.

આ માટે બીમારી, અસ્વસ્થતા, સામાજિક અને પારિવારિક કારણો આગળ ધરી દેતા હોય છે પણ આ તમામ માટે રાજકોટ જિલ્લાએ નવી પ્રેરણાનો કિસ્સો ધર્યો છે. જિલ્લામાં દિવ્યાંગ સરકારી કર્મચારીઓ 24 કલાક ફરજ બજાવી રહ્યાં છે અને તેમને સૌથી મહત્ત્વની કામગીરી એવી મીડિયા સર્ટિફિકેશન એન્ડ મોનિટરિંગ કમિટીમાં સમાવાયા છે. આ કમિટીનું કામ જાહેર પ્રસારણોમાં આચારસંહિતા ભંગની નાનામાં નાની ક્ષણ પણ પકડવાની હોય છે અને તેનો રિપોર્ટ બનાવવાનો હોય છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.