મહા કુંભ મેળો પ્રયાગરાજ માં નાગનેશ ધામ ખાલસામાં ઠાકોરજી ના દર્શન માટે અને 63 કરોડ રામ નામના દર્શને ભારતના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીના નાનાભાઈ પંકજભાઈ મોદી દર્શને પધાર્યા - At This Time

મહા કુંભ મેળો પ્રયાગરાજ માં નાગનેશ ધામ ખાલસામાં ઠાકોરજી ના દર્શન માટે અને 63 કરોડ રામ નામના દર્શને ભારતના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીના નાનાભાઈ પંકજભાઈ મોદી દર્શને પધાર્યા


મહા કુંભ મેળો પ્રયાગરાજ માં નાગનેશ ધામ ખાલસામાં ઠાકોરજી ના દર્શન માટે અને 63 કરોડ રામ નામના દર્શને ભારતના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીના નાનાભાઈ પંકજભાઈ મોદી દર્શને પધાર્યા

પ્રવીણ ગોહિલ ની યાદી અને માહિતી મુજબ પ્રયાગરાજ પૂર્ણ મહાકુંભ મેળામાં શ્રી અખિલ ભારતીય ચિત્રકૂટ ધામ ઝાલાવાડ ખાલસા નાગનેશ ધામ પ્રેરક પૂજ્ય મહામંડલેશ્વર 1008 શ્રી પતિત પાવનદાસજી મહારાજ ના ખાલસામાં પૂર્ણિમા તા.13/1/25 ના દિવસે ઠાકોરજી મંદિરમાં સ્થાપના કરવામાં આવી અને આ ઠાકોરજીને વાસ્તે ગાજતે ભાવિક ભક્તજનોની હાજરીમાં ખાસ અમેરિકાથી કુંભમેળામાં પધારેલ શ્રી મહેન્દ્રભાઈ પરસોત્તમભાઈ પટેલ કેલિફોર્નિયા અમેરિકા ને ઠાકોરજી ની પધરામણી કરવાનો ખાસ લાભ મળેલ છે. આપને જણાવી દઈએ કે શ્રી મહેન્દ્રભાઈ પટેલ છેલ્લા 40 વર્ષથી અમેરિકામાં સ્થાયી થયેલ છે પરંતુ કુંભમેળામાં પૂજ્ય પતિત પાવનદાસજી બાપુની સેવાની ધ્યાને લઈ અને સ્પેશિયલ અમેરિકાથી અત્રે નાગનેશ ધામ ખાલસામાં પ્રયાગરાજ માં સેવા કરવા માટે અને સંત દર્શન પધારેલા છે.
તેમજ અત્રે યાદ અપાવી કે ઇતિહાસમાં એક નવા સનાતનની પ્રસંગનો ઉમેરો થઈ રહ્યો છે નાગનેશ ધામ ખાલસા દ્વારા 63 કરોડ રામનામ કુંભમેળામાં લાવવામાં આવેલ છે. હાલ રોજના હજારોની સંખ્યામાં ભાવિક ભક્તજનો આ રામ નામ ના દર્શન માટે પધારેલ છે તેના અનુસંધાને આજરોજ પૂર્ણિમાના રોજ શ્રી ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ના પરિવાર વતી તેઓશ્રી ના લઘુ બંધુ શ્રી પંકજભાઈ મોદી અને તેમના દીકરા સચીનભાઈ પરિવાર સાથે આ 63 કરોડ રામનામના દર્શન માટે પ્રયાગરાજ માં નાગનેશ ધામ ખાલસામાં પધારેલ અને ધન્યતા અનુભવેલી છે. આપને યાદ અપાવીએ કે આ 63 કરોડ રામના ને ૧૦૦૮ ભાવિક ભક્ત જનો પોતાના મસ્તક ઉપર ધારણ કરી તારીખ 27 /1/ 2025 ના રોજ શોભાયાત્રા સ્વરૂપે કુંભમેળા ક્ષેત્ર મા લઈ જવામાં આવશે અને ત્યારબાદ શ્રી આલુભા રણજીતસિંહ ચુડાસમા ના મનોરથ થકી અને શ્રી પ્રવીણસિંહ ગોહિલના સંકલનમાં વર્લ્ડ રેકોર્ડ કરવામાં આવનાર છે. તેમજ ઉત્તર પ્રદેશ ના મહા માહિમ રાજ્યપાલ શ્રી આનંદીબેન પટેલ પણ આ ખાલસામાં 63 કરોડ રામ નામ ના દર્શન માટે પધારવાના છે. આ ખાલસામાં રોજ બહુ ખૂબ જ મોટી સંખ્યામાં ફક્ત તેનો ભોજન પ્રસાદ લઈ રહ્યા છે

રીપોર્ટર : સી કે બારડ
મો : 7600780700


+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.