રોડ સેફ્ટી કાઉન્સિલ અને કાયદો અને વ્યવસ્થાની મિટિંગ યોજાઈ. - At This Time

રોડ સેફ્ટી કાઉન્સિલ અને કાયદો અને વ્યવસ્થાની મિટિંગ યોજાઈ.


ગીર સોમનાથ : જિલ્લા કલેક્ટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી કોન્ફરન્સ રૂમ, ઈણાજ ખાતે રોડ સેફ્ટી કાઉન્સિલ અને કાયદો અને વ્યવસ્થાની મિટિંગ યોજાઈ હતી.
આ મિટિંગમાં રોડ સેફ્ટી બાબતે જિલ્લામાં થતાં અકસ્માતોની સંખ્યા ઓછી કરવાં લેવામાં આવેલ પગલાઓ તેમજ અકસ્માતો અંગેની સમીક્ષા કરવામાં હતી.
જિલ્લા કલેકટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજાએ જિલ્લામાં થયેલાં અકસ્માતોની સમીક્ષા કરતાં જણાવ્યું હતું કે, જિલ્લામાં જરૂર જણાય ત્યાં સાઈન બોર્ડ લગાડવા, રસ્તાની સાઈટનાં દબાણો દૂર કરવા, તૂટેલા ડિવાઈડરોને રિપેર કરવા અને બ્લેક સ્પોટની સહિતની બાબતોની ઓળખ કરવાં, ફ્લાયઓવરની કામગીરીની જગ્યાઓએ સાઈન બોર્ડ સહિતના નિયમોનું પાલન થાય તેમજ ટ્રાફિક મેનેજમેન્ટ પ્લાન અનુસરવા સંબંધિત અધિકારીશ્રીઓને સૂચના આપી હતી.
આ ઉપરાંત, નગરપાલિકાની હદમાં વ્હાઈટ પટ્ટા લગાવવા,એપ્રોચ રોડ અને મુખ્ય રોડ જ્યાં મળતો હોય તેવી જગ્યાઓએ ક્ષતિઓ દૂર કરવા અને અકસ્માતની સંખ્યામાં ઘટાડો થાય અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે અને જાહેરનામાંની અમલવારી થાય તે માટે સંબંધિત તમામ વિભાગના અધિકારીશ્રીઓને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

અધિક નિવાસી કલેક્ટર શ્રી આર.જી.આલે જિલ્લામાં કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે અટકાયતી પગલાઓ,તડિપાર,જાહેરનામાં ભંગના કેસો સહિતની માહિતી કાયદો વ્યવસ્થા અંગેની બેઠકમાં આપી હતી.
આર.ટી.ઓ. શ્રી વાય.એન.સરવૈયાએ જિલ્લામાં થયેલા અકસ્માત અંગે અને રોડ સેફ્ટી એકટ તેમજ નવા નિયમો અને જોગવાઈઓના સુધારા- વધારાની અંગેની વિગતે માહિતી પૂરી પાડી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.