જસદણ પો.સ્ટે.ના ટ્રેકટર ટ્રોલીની ચોરીના ગુન્હાના કામે છેલ્લા એક માસથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી બાબરા પોલીસ - At This Time

જસદણ પો.સ્ટે.ના ટ્રેકટર ટ્રોલીની ચોરીના ગુન્હાના કામે છેલ્લા એક માસથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી બાબરા પોલીસ


જસદણ પો.સ્ટે.ના ટ્રેકટર ટ્રોલીની ચોરીના ગુન્હાના કામે છેલ્લા એક માસથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી બાબરા પોલીસ

ભાવનગર રેન્જ આઇ.જી.પી. શ્રી ગૌતમ પરમાર સાહેબ તેમજ અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી હિમકરસિંહ સાહેબનાઓએ અમરેલી જિલ્લામાં બનતા મારામારીના લુટ-ધાડ, ચોરી જેવા ગભીર ગુન્હાઓના આરોપીઓને સત્વરે પકડી પાડવા સુચના આપેલ હોય, જે અન્વયે આવા પ્રકારના ગુન્હાઓ આચરી અને પોતાની ધરપકડ ટાળવા માટે નાસતા ફરતા આરોપીને પકડવા સારૂ શ્રી ચીરાગ દેસાઇ સાહેબ વિભાગીય પોલીસ અધિકારી, અમરેલી વિભાગ, અમરેલી નાઓએ સઘળા પ્રયત્નો કરવા સુચના તેમજ માર્ગદર્શન આપેલ હોય,

જે અન્વયે પોલીસ ઇન્સ શ્રી સી.એસ.ફુગસીયા સાહેબની સુચના મુજબ તા.૧૦/૦૮/૨૦૨૪ ના રોજ બાબરા પોલીસ ટીમ બાબરા પોલીસ સ્ટેશન વિસ્તારમા પેટ્રોલીંગમા હતા ત્યારે અનાર્મ હેડ કોન્સ. રાજેશભાઇ જી રાઠોડનાઓને બાતમી રાહે હકીકત મળેલ હોય કે, જસદણ પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં. ૧૧૨૧૩૦૨૧૨૪૦૪૧૨/૨૦૨૪ બી.એન.એસ. કલમ-૩૦૩(૨) મુજબના ગુન્હાના કામે છેલ્લા એક માસથી નાસતો ફરતો આરોપી સાગરભાઇ નાનજીભાઇ મોરી ઉ.વ.૨૦, ધંધો.ખેતમજુરી રહે.ખંભાળા તા.બાબરા, જી.અમરેલી વાળો ખંભાળા ગામે મામાપીરના મંદીર પાસે હાજર છે જે આરોપીને બાતમી આધારે પકડી લઇ પોલીસ સ્ટેશન લાવી મજકુરની સઘન પુછ પરછ કરતા પોતાના વિરૂધ્ધમાં જસદણ પો.સ્ટે માં ટ્રેકટર ટ્રોલીની ચોરીનો ગુન્હો દાખલ થયેલ હોવાનું કબુલ કરેલ હોય જે ગુન્હામાં પોતાની અટકાયત બાકી હોવાનું જણાવતો હોય જેથી જસદણ પો.સ્ટે. ખાતે સદરહુ ગુન્હા અંગે ખરાઇ કરી મજકુરને બી.એન.એસ.એસ. કલમ-૩૫ (૧) (જે) મુજબ અટક કરી જસદણ પોલીસ ને સોંપી આપી મીલકત વિરૂધ્ધના ગુન્હાના કામના આરોપીને પકડી પાડતી બાબરા પોલીસ.

પકડાયેલ આરોપીની વિગત :-
(૧) સાગરભાઇ નાનજીભાઇ મોરી ઉ.વ.૨૦, ધંધો.ખેતમજુરી રહે.ખંભાળા તા.બાબરા, જી.અમરેલી

આરોપી વિરૂધ્ધ દાખલ થયેલ ગુન્હાની વિગત :-
(૧) જસદણ પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં. ૧૧૨૧૩૦૨૧૨૪૦૪૧૨/૨૦૨૪ બી.એન.એસ. કલમ-૩૦૩(૨) મુજબ

ઉપરોક્ત કામગીરી બાબરા પો.સ્ટે.ના પો.ઇન્સ. શ્રી સી.એસ.કુગસીયા સાહેબ તથા અના.હેડ કોન્સ. રાજેશભાઇ જી રાઠોડ તથા અના.હેડ કોન્સ. રજનીકાંત બી પાસુરીયા તથા પો.કોન્સ રામદેવસિંહ બી સરવૈયા તથા પો.કોન્સ. રણછોડભાઇ આર. આલગોતર તથા પો.કોન્સ ગોકુળભાઇ રાતડીયા તથા પો. કોન્સ. ભુપતભાઇ આર સરસીયા દ્વારા કરવામાં આવેલ છે.


9537666006
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.