જૂનાગઢ અમરેલી જૂનાગઢ વચ્ચે 7 મેના રોજ પરીક્ષા વિશેષ ટ્રેન દોડશે - At This Time

જૂનાગઢ અમરેલી જૂનાગઢ વચ્ચે 7 મેના રોજ પરીક્ષા વિશેષ ટ્રેન દોડશે


7 મેના રોજ અમરેલી-જૂનાગઢ વચ્ચે પરીક્ષા વિશેષ ટ્રેન દોડાવવામાં આવશે
આ ટ્રેન ધારી સ્ટેશન પર પણ ઉભી રહેશે
ગુજરાત પંચાયત સેવા સેલેક્શન બોર્ડ દ્વારા 7મી મે, 2023 (રવિવાર)ના રોજ લેવાનારી પરીક્ષા (તલાટી કમ મંત્રી) દરમિયાન ટ્રેનોમાં ભીડને ધ્યાનમાં રાખીને મુસાફરોની સુવિધા માટે પશ્ચિમ રેલવે દ્વારા અમરેલી-જૂનાગઢ વચ્ચે માત્ર એક દિવસ માટે વિશેષ ભાડા પર પરીક્ષા વિશેષ ટ્રેન દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ટ્રેનના તમામ કોચ અનરિઝર્વ્ડ રહેશે. ભાવનગર ડિવિઝનના સીનિયર ડીસીએમ શ્રી માશૂક અહમદના જણાવ્યા અનુસાર, આ ટ્રેનનું વિગતવાર માહિતી નીચે મુજબ છે:-
અમરેલી-જૂનાગઢ-અમરેલી (09529/09530)
આ ટ્રેન અમરેલીથી સવારે 06.00 કલાકે ઉપડશે અને સવારે 09.00 કલાકે જૂનાગઢ પહોંચશે. તેવી જ રીતે, વળતી દિશામાં આ ટ્રેન જૂનાગઢથી 15.30 કલાકે ઉપડશે અને 18.50 કલાકે અમરેલી પહોંચશે. માર્ગમાં, આ ટ્રેન બંને દિશામાં અમરેલી પરા, ચલાલા, ધારી અને વિસાવદર સ્ટેશનો પર ઉભી રહેશે. તેવી યાદી માશૂક અહમદ વરિષ્ઠ મંડલ વાણિજ્ય પ્રબંધક પશ્ચિમ રેલવે‚ ભાવનગર મંડલ દ્વારા જણાવેલ છે

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો.98255 18418
મો.75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.